ખેડા જિલ્લામાં ૩૧ ડિસેમ્બરને પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરાયું છે ત્યારે ઠાસરા તાલુકાના મૂળીયાદ ગામ નાં સીમ વિસ્તારમાં આવેલા એક મકાન નાં ધાબા ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂની ૧૦૦ પેટીઓ ઠાસરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૪ લાખ ૪૮ હજાર નાં મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા વનરાજ ચાવડા રહે. મૂળિયાદ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો જ્યારે મનીષ મહેરા રહે. કંથરજી નાં મુવાડા તા. બાલાસિનોર નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો, વનરાજ ચાવડા નામના આરોપીના મકાન નાં ધાબા પર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ છૂપાવવામાં આવ્યો હતો. કુલ ૪૮૦૦ નંગ ક્વાટર સાથે ૪ લાખ ૪૮ હજારના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.