Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 24°C

ગુરુપૂર્ણિમા પર્વે સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજી

ગુરુપૂર્ણિમા પર્વે સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજી

ગુરુપૂર્ણિમા પર્વે જાળિયા શિવકુંજ આશ્રમમાં સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજીએ પ્રેરક સંદેશો પૂરો પાડ્યો છે. અહીંયા ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં ભાવિકો જોડાયાં.

સનાતન પર્વ ગુરુપૂનમ પ્રસંગે ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ગોપાલગીરીબાપુની પૂજન વંદના કરવામાં આવી અને ભાવ ભક્તિ અને ઉત્સાહથી ઉજવણી થઈ.

વર્ષભર સત્સંગ અને સદ્પ્રવૃત્તિ સાથે સમાજસેવાનું કાર્ય જ્યાં થઈ રહ્યું છે તે શિવકુંજ આશ્રમમાં સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજીએ પ્રેરક સંદેશો પૂરો પાડ્યો છે. ગુરુપૂર્ણિમા પર્વે ગુરુ પૂજન વિધિ સાથે જ છોડ પ્રકૃતિ પૂજન પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે માટે પ્રતિક પૂજન જ નહી પરંતુ વિવિધ સ્થાનોમાં કથા પારાયણ અને કાર્યક્રમો દ્વારા વિશ્વાનંદ માતાજી સત્સંગ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવી રહ્યાં છે.

ગુરુપુનમનાં પર્વે અહીંયા સ્થાનિક ઉપરાંત દૂરસુદુરથી આશ્રમ પરિવાર ભાવિકો ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં જોડાયાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.