સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ પૂર્ણિમા નિમિતે સોમવારે વહેલી સવારથી દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા.આ પર્વ નિમિતે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો તેમજ ભગવાનને દેશ વિદેશ માંથી આવેલ એક હજાર ઉપરાંત રાખડીઓ અર્પણ કરાઈ હતી. આ ઉપરાંત આ પવિત્ર માસ દરમિયાન ભૂદેવો દ્વારા જનમંગલ સ્તોત્ર સાથે જન હિતાર્થે દૈનિક સવા લાખ તુલસીપત્ર શ્રીજીને અર્પણ કરવામાં આવે છે.. પૂર્ણિમાના દર્શનાર્થે સવારે મંગળા આરતી થી માંડીને રાત્રે શયન આરતી સુધીમાં અંદાજે ૭૫ હજાર ઉપરાંત હરિભકતોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.
મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું કે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મંદિરમાં દરરોજ નવા હિંડોળો તૈયાર કરીને ભગવાનને ઝુલાવવામાં આવે છે.
શ્રાવણમાસ સોમવારે પૂર્ણિમા નિમિતે વહેલી સવારથી જ મંદિરમાં હરિભકતોની ભીડ જોવા મળી હતી. સવારે ૫.૧૫ કલાકે મંગળા આરતી સમયે હકડેઠઠ દર્શનાર્થીઓ હતા. મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી વધુ શ્રાવણમાસ દરમિયાન જનહિતાર્થે ભગવાન શ્રીજીને ભૂદેવો દ્વારા જનમંગલ સ્તોત્ર બોલીને તુલસીપત્ર અર્પણ કરવામાં આવે છે. જન દૈનિક સવા લાખ તુલસીપત્ર અર્પણ કરવામાં આવે છે. મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણમહારાજ સહિત દેવોને રંગબેરંગી રાખડીઓના વિશેષ વાથા અને શણગાર કરવામાં આવ્યો હતો.
આ દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં હરિભકતો ઊમટી પડે છે. સોમવારે પૂર્ણિમા નિમિતે સવારે મંગળા આરતી થી માંડી સાંજે શયન આરતી સુધી ભકતોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. અંદાજે ૭૫ હજાર ઉપરાંત હરિભકતોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.