આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ (ARO), અમદાવાદ દ્વારા ૨૦૨૫-૨૬ માટે ભારતીય અગ્નીવીર (આર્મી) ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ૧૨ માર્ચ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી ૮ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ, ITI અને Diploma ધરાવનારાઓ માટે છે. જે ઉમેદવારો Indian Army માં જોડાવા માટે યોગ્ય છે, તેઓ https://www.joinindianarmy.nic.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકશે.
અગ્નીવીર ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અગ્નિવીર (GD) માટે ૧૦મું પાસ (૪૫ ટકા માર્ક્સ સાથે), અગ્નિવીર (ટેક્નિકલ) માટે ૧૨ સાયન્સ/ITI/1 વર્ષ ITI/૨-૩ વર્ષ Diploma, અગ્નિવીર (ક્લાર્ક/ઓફીસ આસિસ્ટન્ટ/સ્ટોર કીપર) ૧૨મું પાસ (૬૦ ટકા ગુણ સાથે), અગ્નિવીર (ટ્રેડ્સમેન) – ૧૦મું/૮મું પાસ (૩૩ ટકા સાથે) જરૂરી છે. આવશ્યક ઉંમર મર્યાદા ૧૭.૫ થી ૨૧ વર્ષ (૦૧ ઓક્ટોબર ૨૦૦૪ થી ૦૧ એપ્રિલ ૨૦૦૮ વચ્ચે જન્મેલા) છે.
શારીરિક લાયકાતની વાત કરીએ તો અગ્નિવીર (ટેકનિકલ) ૧૬૭ સેમી, અગ્નિવીર (ક્લાર્ક) ૧૬૨ સેમી, અન્ય પોસ્ટ ૧૬૮ સેમી, ST ઉમેદવારો માટે ૧૬૨ સેમી છે. આ ભરતી માટેની પરીક્ષા CEE (કોમન એન્ટ્રન્સ પરીક્ષા) – જૂન ૨૦૨૫ માં યોજાશે. અભ્યાસક્રમ મુજબ ઉમેદવાર માટે ટાઈપિંગ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો), પાસ થયા બાદ શારીરિક પરીક્ષા, એડેપ્ટીબીલિટી અને મેડિકલ પરીક્ષા આપવાની રહેશે.
પરીક્ષા માટે ૨૫૦ રૂપિયા ફી રાખવામાં આવેલ છે. સ્પોર્ટ્સ પર્સન, NCC સર્ટિફિકેટ, ITI અને Diploma ધરાવનારાઓને બોનસ માર્ક્સ આપવામાં આવશે. નર્મદા જિલ્લાના ઇચ્છુક ઉમેદવારો ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી અરજી કરી શકશે.
વધુ માહિતી માટે અને ઓનલાઈન અરજી માટે ઉમેદવારોએ https://www.joinindianarmy.nic.in પર જવું તેમજ ટેલિફોનિક હેલ્પલાઈન નંબર: ૦૭૯-૨૨૮૬૧૩૩૮ ની મદદ લેવી. ઉપરાંત, જિલ્લા રોજગાર કચેરી, રાજપીપલા (બીજો માળ, જિલ્લા સેવા સદન) પર પણ માહિતી માટે સંપર્ક કરી શકાશે. તેમ, રાજપીપલા, રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.