વિકાસશીલ દેશોના સંગઠન BRICSની સતત વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે હવે પાકિસ્તાને તેમાં સામેલ થવા માટે આવેદન કરી દીધુ છે. રશિયાની એક ન્યૂઝ એજન્સીએ તેની માહિતી આપી છે. રશિયાના પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલીદ જમાલીએ આવેદન ભરવાની સાથે જ બ્રિક્સમાં સદસ્યતા અપાવવા માટે રશિયા પાસે મદદ માંગી છે.
એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાને આશા વ્યક્ત કરી છે કે, 2024માં બ્રિક્સ સંગઠનની સદસ્યતા પ્રાપ્ત કરવા માટે તેણે રશિયા પાસેથી મદદ મળવાની આશા વ્યક્ત કરી છે.
આ વર્ષે બ્રિક્સમાં વધી છે સદસ્યોની સંખ્યા
બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું મૂળ માળખું વાળા બ્રિક્સ ગઠબંધને આ વર્ષે તેના સદસ્યોની સંખ્યા વધારીને 11 કરવાની જાહેરાત કરી હતી. નવા સદસ્યોમાં અર્જેન્ટીના, ઈજિપ્ત, ઈથિયોપિયા, ઈરાન સાઉદી આરબ અને સંયુક્ત આરબ અમીરાતને સંગઠનના નવા સદસ્યોના રૂપમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો.
જો કે, પાકિસ્તાને બ્રિક્સના વિસ્તરણના સમાચારને નકારી કાઢવાનો પ્રયત્ન કરતા કહ્યું કે, તેણે હજુ સુધી તેમાં જોડાવાનો ઔપચારિક અનુરોધ નથી કર્યો. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે, અમે તાજેતરની ઘટનાઓની સમીક્ષા કરીશું અને બ્રિક્સ સાથેના અમારા ભાવિ સંબંધો વિશે દ્રઢ સંકલ્પ કરીશું. અમે આંતરરાષ્ટ્રીય સહયોગની ભાવનાને પ્રોત્સાહન આપવા અને સમાવેશી બહુપક્ષવાદને પુનર્જીવિત કરવા માટે આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના પ્રયત્નો ચાલું રાખીશું.