ભારતની અગ્રણી વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) હવે નવા નેતૃત્વ હેઠળ કાર્ય કરશે. પરાગ જૈન, પંજાબ કેડરના 1989 બેચના હોશિયાર અને અનુભવી IPS અધિકારી, રૉના નવા સેક્રેટરી (ર) – એટલે કે ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાન ચીફ રવિ સિન્હાનો સ્થાન લે છે, જેમનો કાર્યકાળ 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
પરાગ જૈન કોણ છે?
પરાગ જૈન હાલમાં RAWની એક મહત્વની સહાયક સંસ્થા એવિએશન રિસર્ચ સેન્ટર (ARC)નું નેતૃત્વ કરી રહ્યા હતા. તેઓ ગુપ્તચર ક્ષેત્રમાં વિશિષ્ટ અનુભવી માનવામાં આવે છે, ખાસ કરીને પાકિસ્તાન મુદ્દા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં.
- તેઓ અગાઉ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી વ્યૂહરચનાઓ માટે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.
- તેઓનું નામ ખાસ કરીને “ઓપરેશન સિંદૂર” સાથે જોડાયેલું છે, જેમાં ARC દ્વારા પાકિસ્તાનના સશસ્ત્ર દળોની ગતિવિધિઓ વિશે મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી એકઠી કરવામાં આવી હતી.
- પરાગ જૈને અગાઉ ચંડીગઢના SSP, કેનેડા અને શ્રીલંકામાં રાજદૂત સ્તરે ભારતીય પ્રતિનિધિ, તેમજ રૉના આંતરરાષ્ટ્રીય મિશન્સમાં પણ કામગીરી બજાવી છે.
Centre has appointed Parag Jain, 1989‑batch IPS officer of Punjab cadre, as new Research & Analysis Wing (RAW) chief. He will succeed Ravi Sinha, whose current term concludes on June 30. Jain is set to assume office on July 1, 2025, for a fixed two‑year tenure. pic.twitter.com/hc9PuDJoKj
— ANI (@ANI) June 28, 2025
રૉ વિશે થોડી પૃષ્ઠભૂમિ
- સ્થાપના: 21 સપ્ટેમ્બર, 1968
- પ્રથમ ચીફ: આર. એન. કાવ
- મુલ કાર્ય: વિદેશોમાં ભારત વિરુદ્ધ ચાલતી કોઈપણ ગુપ્તચર પ્રવૃત્તિઓ વિશે પહેલેથી જાણકારી મેળવવી અને ગુપ્ત મિશનો દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવી.
- નિરીક્ષણ: રૉ સીધું વડાપ્રધાનના હેઠળ કાર્ય કરે છે, અને રૉ ચીફ પોતાનો રોજનો રિપોર્ટ National Security Advisor (NSA)ને આપે છે.
નવા ચીફ તરીકે રૉમાં શું બદલાશે?
પરાગ જૈનના નેતૃત્વમાં રૉ દ્વારા પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશોની વિદેશી નીતિ, ત્રાસવાદી ગતિવિધિઓ અને સાઇબર સિક્યોરિટી ક્ષેત્રે વધુ ઘનિષ્ઠ મોનિટરિંગ અને એક્શનની શક્યતા છે. તેઓનું ઓપરેશનલ અનુભવ તથા આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ તેમને એક શક્તિશાળી ગુપ્તચર નેતા બનાવે છે.
પરાગ જૈનની નિમણૂક એ સમયે થઈ છે જ્યારે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને હિન્દ મહાસાગર, પાકિસ્તાન-POK, ચીન અને સાઉથ એશિયા વિસ્તારોમાં વ્યૂહાત્મક ઘસણખોરી સામે સતત સતર્ક રહેવું પડે છે. આવા સમયમાં એક અનુભવી અને ક્રિયાશીલ IPS અધિકારીની નિયુક્તિ રૉની કામગીરીને વધુ મજબૂત બનાવી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel