ઉત્તર પ્રદેશના આગ્રામાં એક આઇટી કંપનીના મેનેજરે તેની પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. તે વ્યક્તિએ ગળામાં ફાંસો બાંધીને વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પુરુષે પોતાની આત્મહત્યા માટે તેની પત્નીને જવાબદાર ઠેરવી છે. આ કેસમાં મૃતકના પિતાએ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ બેંગલુરુના અતુલ સુભાષ આત્મહત્યા કેસની યાદ તાજી કરી દીધી છે.
Another Atul Subhash.#Agra : TCS में रिक्रूटमेंट मैनेजर मानव शर्मा ने पत्नी की प्रताड़ना से तंग आकर की खुदकुशी।
मरने से पहले रोते हुए कहा
"मर्दों की भी तकलीफ सुनिए, वो बहुत अकेले हो जाते हैं। कानून मर्दों की सुरक्षा के लिए भी होने चाहिए"
"कोई आदमी बचेगा नहीं जिसपर तुम इल्ज़ाम… pic.twitter.com/t30trefJKB
— Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) February 28, 2025
‘પુરુષો ખૂબ જ એકલા પડી જાય છે’
આ આખો મામલો આગ્રા જિલ્લાની ડિફેન્સ કોલોનીનો છે જ્યાં માનવ શર્મા એક મોટી આઈટી કંપનીમાં ભરતી મેનેજર તરીકે કામ કરતો હતો. માનવે 24 ફેબ્રુઆરીના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મૃત્યુને ભેટતા પહેલા માનવે એક પીડાદાયક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે તેની પત્નીના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા હતા. વીડિયોમાં માનવ શર્મા કહે છે કે તેણે પહેલા પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ હવે હું મારી પત્નીથી એટલો કંટાળી ગયો છું કે મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવતા માનવે કહ્યું કે પુરુષોના રક્ષણ માટે કાયદા બનાવવા જોઈએ.
આ વીડિયોમાં માનવે તેના પેરેન્ટ્સને ઉદ્દેશીને કહ્યું છે કે ” પપ્પા મને માફ કરજો, મમ્મી મને માફ કરજો, અક્કુ મને માફ કરજો…હવે હું રજા લઈ રહ્યો છું. પુરુષોના રક્ષણ માટે કાયદાઓની જરૂર છે. કૃપા કરીને કોઈ પુરુષો વિશે વાત કરો તેઓ ખૂબ જ એકલા પડી જાય છે.” મરતા પહેલા માનવે તેના માતાપિતાને આમ હેરાન ના કરવા અપીલ કરી હતી.