વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કર્યું છે. 21.8 કિલોમીટર લાંબા પુલ પરથી મુંબઈથી નવી મુંબઈ માત્ર 15 મિનિટમાં પહોંચી શકાશે. 17,840 કરોડ રૂપિયાના ખર્ચે અટલ સેતુ બ્રિજ બનાવ્યો છે. પીએમ મોદીએ 2016માં શિલાન્યાસ કર્યો હતો. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL)ને ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યુ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર આનું નામ અટલ સેતુ રખાયું છે.
દેશના સૌથી લાંબા પુલની ખાસિયત
- પુલના નિર્માણમાં જે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા છ ગણુ વધારે છે.
- અટલ સેતુ એટલો મજબૂત છે કે આની પર ભૂકંપ, ઉચ્ચ ભરતી અને ઝડપી પવનના દબાણની અસર થશે નહીં.
- બ્રિજ મુંબઈથી નેવી મુંબઈને આંતરિકરીતે જોડશે. જેનાથી બે કલાકની મુસાફરીને લગભગ 15 મિનિટમાં પુરી કરી શકાશે. આ સાથે જ પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની સફર પણ ઓછા સમયમાં પૂરી થઈ શકશે.
- બ્રિજ દેશનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ છે, જેની લંબાઈ 21.8 કિલોમીટર છે. પુલનું 16.5 કિલોમીટર ભાગ સમુદ્રની ઉપર અને 5.5 કિલોમીટર ભાગ જમીનની ઉપર બનેલો છે. આ 6 લેનવાળો રોડ બ્રિજ છે.
- આ પુલનું નિર્માણ એપોક્સી-સ્ટ્રેન્ડ્સ વાળા વિશેષ મટિરિયલથી કરવામાં આવ્યુ છે, જેનો ઉપયોગ પરમાણુ રિએક્ટરોના નિર્માણ માટે કરવામાં આવે છે.
- આ પુલને બનાવતી વખતે સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. જે બાદ આની પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ વાળા 190 સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. વિશ્વનો 12મો સૌથી લાંબો સમુદ્ર પર બનેલો પુલ પણ છે, જે 17, 840 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયો છે.
- સિક્સ લેનવાળા આ બ્રિજ પર દરરોજ 70 હજારથી વધુ ગાડીઓનો ટ્રાફિક ચાલી શકે છે. પુલ પર 100 કિલોમીટર પ્રતિ કલાક ઝડપી ગાડીઓ ઝડશે. જેનાથી કલાકોનું અંતર મિનિટોમાં કાપી શકાશે.
- આ પુલની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં એફિલ ટાવરની તુલનામાં 17 ગણુ વધુ સ્ટીલ લાગેલુ છે અને કોલકાતાના હાવડા બ્રિજથી ચાર ગણા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- આ અટલ પુલનું નિર્માણ લગભગ 177, 903 મેટ્રિક ટન સ્ટીલ અને 504,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
#WATCH | Atal Setu – the Mumbai Trans Harbour Link – is India's longest bridge built on the sea and it is expected to see the movement of more than 70,000 vehicles every day pic.twitter.com/VqmPMf1CCU
— ANI (@ANI) January 12, 2024
નવા પુલ પરથી કેટલી સ્પીડે વાહન હંકારી શકશો?
- મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ફોર વ્હીલર્સ માટે મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક
- કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસ અને ટુ-એક્સલ બસો જેવા વાહનો માટે મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક
- પુલ પર ચડતી અને ઉતરતી વખતે સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક
પુલ પરથી નહીં જઈ શકે આ વાહનો
પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, અટલ બ્રિજ પર બાઈક, ઓટો રિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી નથી. મોપેડ, થ્રિ-વ્હિલર્સ, પશુઓ દ્વારા ખેંચાતા વાહનો અને ધીમી ગતિથી ચાલાત વાહનોને પ્રવેશ નહીં મળે. મુંબઈ તરફ જતા મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રકો અને બસોને ઈસ્ટર્ન ફ્રીવે પર પ્રવેશ અપાશે નહીં.