સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું.
શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા. પરિણામ ઉત્સાહજનક હતા. આ એમના માટે હતા જે સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કમિટેડ છે. તેમણે વિપક્ષ સામે નિશાન તાકતાં કહ્યું કે હું વિપક્ષી દળોને કહેવા માગુ છું કે તેઓ હારનો ગુસ્સો સંસદમાં ન કાઢે અને ખોટો હોબાળો કરીને સંસદની કાર્યવાહીને ખોરવવાનો પ્રયાસ ન કરે. તેમણે વિપક્ષને કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ સત્ર આપણા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે અને આ મોકો આપણે હાથમાંથી જવા ન દેવો જોઈએ.