28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “ધર્મ ચક્રવર્તી” બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્થિત જૈન સંતો દ્વારા વડાપ્રધાનને સન્માન અર્પણ કરીને તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકાર્યું અને આચાર્ય વિદ્યાનંદજી મહારાજના આધ્યાત્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક યોગદાનને યાદ કરીને તેમના જીવન અને કાર્ય માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આચાર્ય વિદ્યાનંદજી મહારાજ, જૈન સમુદાયના પ્રખર વિદ્વાન, વિચારક અને સમાજસુધારક તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 22 એપ્રિલ, 1925ના રોજ કર્ણાટકના બેલગાવીમાં થયો હતો. તેઓ બાળપણમાં જ દીક્ષિત થયા હતા અને આગલા ઘણા દાયકા સુધી જૈન દર્શનના આધુનિક યુગના એક મહત્વના સ્તંભ તરીકે સ્થાપિત થયા. તેમની કલમે લખાયેલી 50થી વધુ સાહિત્યકૃતિઓમાંથી જૈન તત્વચિંતન અને શાસ્ત્રીય અધ્યયનના વિસ્તૃત દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi being conferred with the title of 'Dharma Chakravarti' at the centenary celebrations of Acharya Vidyanand Ji Maharaj.
(Video Source: DD News) pic.twitter.com/9MvtSPjkwo
— ANI (@ANI) June 28, 2025
વિદ્યાનંદજી મહારાજે ભારતભરમાં યાત્રા કરીને અનેક જૈન મંદિરોના જીર્ણોદ્ધારમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ માત્ર ધર્મપ્રવક્તા ન રહ્યા, પરંતુ જૈન દર્શનને આધુનિક ભાષા અને પદ્ધતિ દ્વારા યુવાપેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. શાસ્ત્રીય ભાષાઓ અને તત્વજ્ઞાનના શિક્ષણ માટે તેમનો પ્રયત્ન નોંધપાત્ર રહ્યો છે.
તેમના જન્મના 100 વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાતા શતાબ્દી વર્ષની ઉજવણી માટે 22 એપ્રિલ, 2026 સુધી દેશભરમાં અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમો યોજાશે. આ શતાબ્દી મહોત્સવનો ઔપચારિક પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 28 જૂન, 2025ના રોજ કરવામાં આવ્યો. આ મહોત્સવના માધ્યમથી આચાર્ય વિદ્યાનંદજીના જીવન સંદેશને જનસામાન્ય સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે, જેમાં શ્રદ્ધા, શાંતિ અને આચારધર્મના મೌಲ્યોને ઉજાગર કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel