UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ભારત અને અબૂ ધાબીના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમજ ભારતીય સમુદાયને વિશેષ સ્થાન સાથે સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપવામાં આવશે.
#WATCH | UAE: Drone visuals of the construction work of BAPS Hindu temple that is underway in Abu Dhabi
"PM Narendra Modi accepted the invitation to inaugurate the BAPS Hindu Mandir in Abu Dhabi on February 14, 2024", said BAPS Hindu Mandir in Abu Dhabi yesterday pic.twitter.com/xDEF1abdwu
— ANI (@ANI) December 29, 2023
મંદિરની વિશેષતા
અબુ ધાબીમાં બનતું આ મંદિર દેશનું આ પ્રકારનું પ્રથમ માંનીડે જ નહિ પરંતુ પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર છે. મંદિર નિર્માણ લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે. 1000 વર્ષ સુધી અડીખમ ઉભું રહે એટલી મજબૂતીથી કારીગરો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મંદિર સ્થાપત્ય કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ મંદિરમાં વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત ગુલાબી સેંડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય કારીગરો દ્વારા અ મંદિરની જટિલ કોતરણી અને શિલ્પો બનાવવામાં આવ્યા છે.
મંદિરની ઉંચાઈ 108 ફૂટ
આ મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ઘન મીટર આરસ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. મંદિરની ડિઝાઇન વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અભિનેતા સંજય દત્ત અને અક્ષય કુમાર સહિત 50,000 થી વધુ લોકોએ મંદિરના નિર્માણમાં ઇંટો નાખી છે. મંદિરની ડિઝાઇનમાં સાત શિખરોને હાઇલાઇટ કરવામાં આવશે. જેમાંના દરેક પર સંયુક્ત આરબ અમીરાતનું પ્રતીક હશે. મંદિર સંકુલમાં બાળકો માટે વર્ગખંડો, પ્રદર્શન કેન્દ્રો અને રમતનું મેદાન પણ હશે.