અભાવિપના પૂર્વ રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને વરિષ્ઠ સંઘ પ્રચારક સ્વ. મદનદાસ દેવીનાં નામ પર અભાવિપ અધિવેશનમાં મુખ્ય સભાગૃહ રહેશે. મહારાજા સૂરજમલ તથા સમ્રાટ મિહીરભોજ ના નામ પર પ્રવેશદ્વાર રહેશે.
સમગ્ર ગુજરાતની તમામ સ્ટેટ યુનિવર્સિટી અને તમામ જિલ્લા ના વિધાર્થી પ્રતિનિધિઓ રાષ્ટ્રીય અધિવેશન મા ભાગ લેશે.
અ.ભા.વિ.પ ગુજરાત નો કાર્યકર્તા ગુજરાતના વિદ્યાર્થીઓનો અવાજ દિલ્હીમાં બનશે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ની શૈક્ષણિક સમસ્યા પર ચર્ચા થશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ) ના દિલ્લીમાં ૭ થી ૧૦ ડિસેમ્બર આયોજિત થઈ રહેલા ૬૯ માં રાષ્ટ્રીય અધિવેશન ના શુક્રવાર ના રોજ પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું. જે અવસરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે, પ્રદેશ મિડિયા સંયોજક શ્રી મીત ભાઈ ભાવસાર અને કર્ણાવતી મહાનગર મંત્રી શ્રી ભરતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા. આ પ્રેસ વાર્તાના માધ્યમથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશનના બધા પક્ષોની જાણકારી પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે એ આપી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશનના ૪ દિવસીય આયોજન દરમિયાન દેશના દરેક ખૂણેથી વિદ્યાર્થીઓ ભાગ લેવા પહોંચશે, આ મહત્વપૂર્ણ આયોજનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ૭૫ વર્ષોની સંગઠનાત્મક યાત્રાના મહત્વપૂર્ણ પ્રસંગો થી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા, છાત્ર આંદોલનની પ્રમુખ શક્તિના રૂપમાં વિદ્યાર્થી પરિષદનું યોગદાન, દેશના બધા ભાગેથી અધિવેશનમાં ભાગ લઈ રહેલી યુવા શક્તિ દ્વારા દેશની વિવિધતામાં એકતાનું સ્વરૂપ જોવા મળશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આધુનિકતાની સાથે પોતાના મૂળ સ્વરૂપથી વિદ્યાર્થીઓ પરિચિત રહે તથા ભારતની એક રાષ્ટ્રના રૂપમાં સતત પ્રવાહમાન યાત્રાના સ્વરૂપને સમજી શકે એ માટે અધિવેશનમાં વિભિન્ન પ્રયાસો કરવાની યોજના બનાવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન ડી.ડી.એ ગ્રાઉન્ડ બુરાડીમાં થશે, જ્યાં એક સંપૂર્ણ અસ્થાયી નગર વસાવવામાં આવશે. આ સમગ્ર નગરનું નામ પાંડવ કાળમાં રાજધાની રહેલી ઇન્દ્રપ્રસ્થ નગર રાખવામાં આવ્યું છે. આ નગરના મુખ્ય સભાગૃહનું નામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ રહેલા સ્વ. મદનદાસ દેવી ના નામ પર રાખવામાં આવ્યું છે. સાથે ઈંદ્રપ્રસ્થ નગરના રહેવાસી પરિસરોના દ્વારો ના નામ મહારાજા સુરજમલ તથા સમ્રાટ મિહિર ભોજ ના નામ પર રાખવામાં આવશે. ડી.ડી.એ ગ્રાઉન્ડ પર ટેંટ સીટી નું નિર્માણ શરૂ થઈ ગયું છે.
આ અધિવેશનમાં ગુજરાત ના તમામ જિલ્લા ના વિધાર્થી પ્રતિનિધિઓ તથા તમામ યુનિવર્સિટી ના વિધાર્થી પ્રતિનિધિઓ આ ૬૯મા રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેશે. આ અધિવેશનમાં ગુજરાતના શૈક્ષણિક અને સામાજિક વિષયો ને રાષ્ટ્રીય સ્તર સુધી લઈ જઈ ચર્ચા માટે મૂકવામાં આવશે. શૈક્ષણિક અને સામાજિક વિષયો જેવા કે , રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ઝડપથી ક્રિયાનવયન , સ્પર્ધાત્મક પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા, યુવાનો ને રોજગારી, એકેડેમીક કેલેન્ડર , વિધાર્થી પ્રતિનિધિત્વ ની માંગ જેવા વિવિધ વિષયો પર નિવારણ હેતુ ચર્ચા કરવામા આવશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી કુ. યુતિબેન ગજરે જણાવે છે કે, વિદ્યાર્થી પરિષદની 75 વર્ષની એક છાત્ર આંદોલનના રૂપમાં યાત્રા દેશના યુવાઓને મહત્વપૂર્ણ વિષયો પર સ્વર આપવા વાળી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દિલ્હીમાં આયોજિત થઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશન વર્તમાનની શિક્ષા ક્ષેત્રની પરિવર્તનકારી સ્થિતિઓ સહિત સમાજ યુવાઓ અને શિક્ષા સંબંધી વિષયોને પ્રમુખતાથી રેખાંકિત કરનારું હશે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના બધા ક્ષેત્રોના આવનાર વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો તથા શિક્ષાવિદો્ના સંવાદથી વિદ્યાર્થી પરિષદ પોતાની આગામી કાર્ય યોજનાઓને મૂળ સ્વરૂપ આપશે. જેમા ગુજરાત માથી ૨૫૦ જેટલા કાર્યકર્તા ઓ ગુજરાત ના વિધાર્થી ઓનો અવાજ થઈ દિલ્હી અધિવેશન મા પોતાના પ્રદેશ ના વિષયો અને સમસ્યાઓ મુકશે.