તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં આ ઐતિહાસિક દિને માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
જેમાં માતર પંથકના તમામ ધર્મ – સમુદાયના લોકો આ મહોત્સવમાં સહભાગી થયા. પ્રભુ શ્રી રામ ભારતના, સર્વે ભારતીયોના પ્રાણ છે. સનાતન પરંપરાઓના પુનઃજાગરણ અને પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠાના પુનઃસ્થાપનમાં રામ મંદિર આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રો બની રહેશે તેવું કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું.