તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ૭મી ઓકટોબરથી ૧૫મી ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ સુચારૂ રીતે પહોંચે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, વોલ પેઈન્ટીંગ, પ્રદર્શન વિકાસ ઝાંખી તેમજ તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ માન.મંત્રીના અધ્યક્ષ સ્થાને સિંચાઈના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ, નાયબ કલેકટર તૃપ્તિ પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.