આ વર્ષે નવસારી વિભાગનો 7 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલી પી.પી.સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે. પ્રાથમિક વર્ગ સાથે ઘોષ વર્ગ પણ હોવાથી 180 થી વધુ શિક્ષાર્થી, 30 જેટલા પ્રબંધકો સહિત શિક્ષકો મળી 300 થી વધુ સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વર્ગ ચાલી રહ્યો છે. વર્ગમાં તાપી,સુરત જિલ્લા સહિત વાપી, વલસાડ, નવસારી,ડાંગ,દમણ, ઉમરગાંવ વગેરેથી સ્વયંસેવકો ભાગ લઇ રહ્યાં છે.
તા.26 ઓક્ટોબર થી શરૂ થયેલો વર્ગ તા.2જી નવેમ્બરના રોજ પૂર્ણ થશે. દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ થયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે વર્ગમાં વિવિધ વક્તાઓ દ્વારા માર્ગદર્શન સહિત મેદાની પ્રશિક્ષણ મેળવીશિક્ષાર્થી પોતાના કાર્યક્ષેત્રમાં જઈ સંઘ કાર્યનો વિસ્તાર કરશે.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel