સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા માં સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
તા: 17/11/2025 ના રોજ વ્યારા વિધાનસભા માં બિરસા મુંડા ની મૂર્તિથી ખુશાલપુરા સુધી આશરે 10 થી 12 કિલોમીટર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ પદયાત્રા દરમિયાન થોડા થોડા અંતરે સભાઓ પણ યોજવામાં આવશે.
તા 18/11/2025 ના રોજ નીઝર વિધાનસભામાં પીપલોદ થી નિઝર ગામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સરદાર એકતા યાત્રા માં મંત્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્યો તેમજ જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને આમ નાગરિકને પણ મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel