અસમમાં ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો વર્ષોથી ગંભીર ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હવે હિમંત બિસ્વા સરમા સરકારએ આ મુદ્દે એક કડક અને ઝડપી કાર્યવાહી કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અસમ કેબિનેટે તાજેતરમાં પ્રવાસી (અસમમાંથી હકાલપટ્ટી) અધિનિયમ, 1950 (Immigrants Expulsion Act, Assam – IEAA 1950) હેઠળ નવો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ SOP મુજબ, જિલ્લામાં રહેલા શંકાસ્પદ વિદેશીઓને જિલ્લા કમિશનરો સીધી નોટિસ આપશે અને તેમને માત્ર 10 દિવસની અંદર પોતાની નાગરિકતા સાબિત કરવાની ફરજ પડશે. જો આ સમયમર્યાદામાં વ્યક્તિ પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો જિલ્લા કમિશનર તેને “વિદેશી” જાહેર કરીને તરત જ હકાલપટ્ટીનો આદેશ આપી શકશે. હકાલપટ્ટી થયેલા લોકોને અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવશે અને ત્યારબાદ BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) દ્વારા તેમને બાંગ્લાદેશ કે પાકિસ્તાન મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.
अब प्रशासन संदिग्ध घुसपैठियों को अपनी नागरिकता प्रमाणित करने के लिए 10 दिन की अवधि देगा।
Today Assam has issued a detailed Standard Operation Procedure to detect and deport illegals pic.twitter.com/hL5yMPaLv1
— Himanta Biswa Sarma (@himantabiswa) September 9, 2025
આ નિર્ણયથી સૌથી મોટો ફેરફાર એ થશે કે અત્યાર સુધી આવા કેસો વિદેશી ટ્રિબ્યુનલોમાં જતા હતા, પરંતુ હવે સીધા જ જિલ્લા ઉપાયુક્તો (District Magistrates/Commissioners) પાસે જશે. એટલે વિદેશી ટ્રિબ્યુનલની ભૂમિકા મોટા પ્રમાણમાં ઘટી જશે અને ફક્ત જટિલ કે ગૂંચવણભર્યા કેસ જ ત્યાં મોકલવામાં આવશે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વિધાનસભામાં જુલાઈ 2024માં જ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર આ એક્ટને ફરીથી અમલમાં લાવશે. તેમણે ખાસ કરીને સુપ્રીમ કોર્ટના ઓક્ટોબર 2024ના ચુકાદાનો હવાલો આપ્યો હતો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે 24 માર્ચ, 1971 પછી અસમમાં પ્રવેશ કરનારાઓને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગણવામાં આવશે.
IEAA 1950 પોતે એક ઐતિહાસિક કાયદો છે, જે જવાહરલાલ નહેરુ સરકારે 1 માર્ચ, 1950ના રોજ અમલમાં મૂક્યો હતો. તેનો મુખ્ય હેતુ પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માંથી અસમમાં થતા સ્થળાંતરને રોકવાનો હતો, કારણ કે તે સમયે મોટા પાયે આવેલા સ્થળાંતરોને કારણે સ્થાનિક વસ્તી, સંસ્કૃતિ અને અનુસૂચિત જનજાતિઓના હિતોને જોખમ ઊભું થયું હતું. આ અધિનિયમ મુજબ, જો કોઈ બહારથી આવેલ વ્યક્તિનું અસમમાં રહેવું રાજ્યના નાગરિકોના સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક હિત માટે ખતરનાક સાબિત થાય, તો કેન્દ્ર સરકાર તેને નિર્ધારિત સમયમર્યાદામાં હકાલપટ્ટી કરવાનો આદેશ આપી શકે છે.
In today's meeting of the #AssamCabinet, we took a major decision of approving a SoP to implement the Immigrants (Expulsion from Assam) Act, 1950.
We also resolved to
✅Provide ₹5cr relief aid to Himachal Pradesh
✅Provide scooters to meritorious students
✅Amend the AAPLM Act pic.twitter.com/toHVBpD3Ck
— Himanta Biswa Sarma (@himantabiswa) September 9, 2025
પરંતુ રસપ્રદ વાત એ છે કે આ એક્ટ લાગુ થયાના ફક્ત એક મહિના પછી જ “લિયાકત–નહેરુ સમજૂતી (April 1950)”ને કારણે તેનો અમલ અટકાવી દેવામાં આવ્યો હતો. નહેરુએ તે સમયે અસમના સીએમ ગોપીનાથ બારદોલોઈને સૂચના આપી હતી કે પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓ પર કડક પગલાં ન લેવાં, કારણ કે સમજૂતી હેઠળ બંને દેશોએ એકબીજાના નાગરિકોની સુરક્ષા કરવાની ખાતરી આપી હતી. ત્યારથી આ એક્ટ ઉપયોગમાં લેવાયો ન હતો અને લગભગ સાત દાયકાથી કાગળ પર જ રહ્યો હતો.
હવે સરમા સરકારએ આ કાયદાને ફરીથી જીવંત કરીને અસમમાં ગેરકાયદેસર સ્થળાંતરને લઈને ઝડપી અને કડક કાર્યવાહી કરવાનો માર્ગ ખોલ્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર ઇમિગ્રેશનને કારણે અસમની લોકસાંખ્યિક રચનામાં મોટો ફેરફાર થયો છે, જેના કારણે સ્થાનિક સંસ્કૃતિ અને આર્થિક હિતોને જોખમ ઊભું થયું છે. સરકારનું માનવું છે કે નવા SOPથી સ્થાનિક નાગરિકોની સુરક્ષા થશે અને ગેરકાયદેસર ઘૂસણખોરોને ઝડપી હકાલપટ્ટી કરી શકાય તેમ બનશે.
એકંદરે જોતા, આ નિર્ણયથી અસમમાં નાગરિકતા સંબંધિત વિવાદો, NRC (National Register of Citizens) પ્રક્રિયા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની હાજરી જેવા મુદ્દાઓને નવો વળાંક મળ્યો છે. જો આ SOP કડકાઈથી અમલમાં આવશે, તો અસમમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક સંતુલન પર તેની ઊંડી અસર થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel