ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરથી ભારત ગર્વ અનુભવે છે. આપણે દુશ્મન દેશની ધરતી પર જઇને મિસાઇલ ફેંકી છે. જેની ગુંજ માત્ર દુશ્મન દેશમાં જ નહીં આખી દુનિયામાં સંભળાઇ છે. રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા છે.
#WATCH | Bhuj, Gujarat | Defence Minister Rajnath Singh says, "..I believe Pakistan will spend a large portion of the funds received from the International Monetary Fund on terror infrastructure in its country….India wants IMF to re-think funding to Pakistan…" pic.twitter.com/hqFobYaNym
— ANI (@ANI) May 16, 2025
આઇએમએફે પાકિસ્તાનન આપેલા ફંડ પર સવાલ ઉઠાવ્યા
આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે આઇએમએફે પાકિસ્તાનન આપેલા ફંડ પર સવાલ ઉઠાવ્યા હતા.
#WATCH | Gujarat: Speaking at Bhuj Air Base, Defence Minister Rajnath Singh says, "….Bhuj was witness to our victory against Pakistan in 1965, and today again it has been witness to our victoryagainst Pakistan… I feel proud to be present here." pic.twitter.com/qjs8MLwsdn
— ANI (@ANI) May 16, 2025
તેમણે કહ્યું કે પાકિસ્તાન આ ફંડથી આતંકી ઢાંચો બનાવશે તેવુ લાગી રહ્યુ છે. પાકિસ્તાન અને આતંકનો નજીકનો સંબંધ છે. પાકિસ્તાન આતંકવાદના નશામાં છે. રાજનાથ સિંહે જણાવ્યુ કે ભારત હવે વિદેશી હથિયારો પર નિર્ભર નથી. આપણા સ્વદેશી હથિયારોએ પોતાની તાકાત બતાવી દીધી છે.
#WATCH | #OperationSindoor | Gujarat: Defence Minister Rajnath Singh says, "It would not be incorrect for me to say that the duration people take to have breakfast, you used that duration to deal with enemies. You dropped missiles by going to the land of enemies. Its echo did… pic.twitter.com/ET8F1kjcoq
— ANI (@ANI) May 16, 2025
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક છે. તેમજ હાલ યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે. જો પાકિસ્તાન તેનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.