ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના પરીપત્ર અનુસાર, ખેલ મહાકુંભ ૩.૦ માટેની વિવિધ રમતો માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૫ ડિસેમ્બર, થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. ખેલ મહાકુંભ ૩.૦ માટે https://khelmahakumbh.gujarat.gov.in લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
આ રજીસ્ટ્રેશન વિવિધ વય જૂથોમાં અંડર ૦૯, ૧૧, ૧૪ અને ૧૭ માટે ઉપલબ્ધ છે. શાળા અથવા કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓને તેમની શાળા કે કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તથા અભ્યાસ ન કરતાં ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદની અખબારી યાદીમાં જણાવેલ છે.