કાશ્મીર, અરુણાચલ પ્રદેશના, આસામ, ચીન બોર્ડર પર આપેલી દેશ સેવા, અટલ નિષ્ઠા, અનુશાસન ને સન્માન આપવા માટે 08/02/2025 નાં રોજ કેળકુઈ, તા-વ્યારા, જિ- તાપીનાં યુવકો દ્વારા વિશેષ નિવૃતિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગામના યુવકો દ્રારા ઢોલ નગારા સાથે રેલી યોજી હતી.
સૈનિક વીર સુનિલકુમાર ના માતા-પિતાનું સન્માન, સુનીલકુમાર નું સ્વાગત-સન્માન, મુખ્ય અતિથિઓ તેમજ વીર સુનીલકુમાર નું ઉદ્ભોધન કર્યું હતું.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માજી સૈનિક સંગઠન તાપી અને સમસ્ત કેળકુઈગામ પરીવારનાં સદસ્યો હાજર હતા. દેશપ્રેમનાં વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતી થઈ હતી.