જિલ્લા કલેક્ટરએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂક કરવા તેમજ માર્ગ સલામતી અને નાગરિક સુરક્ષા અંગે તમામ જરૂરી માપદંડોનું પાલન થાય તે જોવાં સબંધીત વિભાગને સૂચન કર્યું હતું.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ બેઠકમાં ગામડી ઓવરબ્રિજ- રોંગ સાઈડ ડ્રાઈવીંગ બાબત,બોરસદ-તારાપુર માર્ગ ઉપર વાહનોની રોંગ સાઇડ અવરજવરના કારણે વધુ અકસ્માત સર્જાતા હોઇ તે અંગે જરૂરી પગલા લેવા બાબત અને બોરસદથી રાસ- ધુવારણ તરફના માર્ગ ઉપર વારંવાર અકસ્માત સર્જાતા હોઇ આઈઆરસી નિયમો મુજબની કામગીરીની સમીક્ષા જેવાં મુદ્દાઓ કલેક્ટર સમક્ષ રજુ કર્યા હતાં. જે અન્વયે જિલ્લા કલેક્ટરએ સબંધીત વિભાગને જરૂરી સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર,નિવાસી અધિક કલેક્ટર આર.એસ.દેસાઈ,આણંદ પ્રાંત અધિકારી વિમલ બારોટ, બોરસદ પ્રાંત અધિકારી હેતલ ભાલીયા,ખંભાત પ્રાંત અધિકારી નિરુપા ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, ચીફ ઓફિસર સહિત અન્ય સબંધિત વિભાગ-ક્ચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.