વાલોડ તાલુકાના નાલોઠા અને આજુ બાજુના ગામો માંથી મોટા પ્રમાણમાં માટી કાઢી ટોકરવા વિસ્તારમાં માટી ચોરીનું નંગું નૃત્ય ચાલુ છે. કરોડોની વાતો કરતા વિભાગો અહીં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી સામે આંખ મીંચીને બેઠા છે. રાત-દિવસ ભારે મશીનો અને ડમ્પરો ધમધમતા હોવા છતાં ભૂસ્તર વિભાગની નિષ્ક્રિયતા હવે શંકાસ્પદ નહીં પરંતુ શરમજનક બની ચૂકી છે.
સ્થાનિકોનું કહેવું છે કે વાલોડ તાલુકામાં કાર્ટીગના નામે ચાલતા આ ગોરખધંધાએ સમગ્ર વિસ્તારમાં તંત્રને ઘૂંટણિયે પાડ્યું છે. નિયમો, પરવાનગીઓ અને પર્યાવરણ બધું જ માટીમાં મિલાવાઈ રહ્યું છે. ખુલ્લેઆમ ખનન થાય છે, રસ્તાઓ બગડે છે, ખેતરોને નુકસાન થાય છે, છતાં જવાબદાર અધિકારીઓ ‘અજાણ’ બન્યા છે.
મોટો સવાલ એ છે કે આટલી વ્યાપક માટી ચોરી ભૂસ્તર વિભાગની જાણ વિના શક્ય કેવી રીતે? શું આ બધું ‘સેટિંગ’ વગર ચાલે? વારંવારની રજૂઆતો છતાં કાર્યવાહી શૂન્ય આ મૌન સંમતિ નથી તો શું? પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ તાત્કાલિક દરોડા, વાહનો જપ્તી, રોયલ્ટી વસુલાત અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel