તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ખાતે ( ગીધમાળી આયા ડુંગર) પર આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘દેવ બિરસા સેના તાપી’ દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી જરૂરી સુરક્ષા અને પરવાનગીની માંગણી કરવામાં આવી છે.
મુખ્ય વિગતો:
* સ્થળ: નાના બંધારપાડા ગામે આવેલ ( ગીધમાળી આયા ડુંગર) પર પૌરાણિક આદિવાસી કુળદેવી કણીકંસરી માતાનું ધામ (ગીધમાળી ડુંગર).
* તારીખ અને સમય: ૧૫/૦૨/૨૦૨૬, રવિવાર (સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી).
* ઉદ્દેશ્ય: પૌરાણિક પરંપરા મુજબ ‘હિજરી’ (પદયાત્રા) લઈને જવું અને કુળદેવી માતાને ‘નવું ધાન્ય’ અર્પણ કરી પૂજા-અર્ચના કરવી.
બંધારણીય હકોનો ઉલ્લેખ
દેવ બિરસા સેનાના પ્રમુખ દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે, આદિવાસી સમાજ આદિ-અનાદિ કાળથી પોતાની રૂઢિગત પરંપરાઓ પાળતો આવ્યો છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૧૩-૩(ક) મુજબ આ સાંસ્કૃતિક અને રૂઢિગત પરંપરાઓને રક્ષણ મળેલું છે, જેના ભાગરૂપે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પાસે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel