ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ. શ્રાવણ માસ સહિત કાયમ શ્રધ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવનાં દર્શન પૂજન કરતાં રહે છે.
કૃષ્ણ અને સુદામા સાથે સાંદિપની ઋષિ સાથેની દંતકથા સાથે જોડાયેલ સાંઢિડા ગામ પાસેનું ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ, જ્યાં શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ સતત દર્શન પૂજન માટે આવતાં રહે છે.
કૈલાસવાસી કેશુપરીજી ગૌસ્વામીનું સ્મરણ સાંઢિડા મહાદેવ આવતાં વડીલ યાત્રિકોને અવશ્ય થાય છે. આ પરિવાર દ્વારા આસપાસનાં ગામોનાં ભાવિક સેવકોનાં ભાવ સાથે શ્રાવણ માસ તેમજ દર માસની શિવરાત્રી સહિત વર્ષભર દર્શનાર્થીઓને લાભ મળતો રહે છે અને પૂજન અર્ચન થઈ રહેલ છે. શ્રાવણ માસમાં દરરોજ થાળ પ્રસાદમાં સૌ જોડાતાં રહ્યાં છે.
ગોબરી નદીનાં કિનારે સુંદર કુંડ અને ટેકરીઓ સાથેનું આ સ્થાન દાતાઓ અને શ્રધ્ધાળુઓનાં સહયોગ સાથે વિકસી રહ્યું છે. ભોળાનાથનાં બે લિંગ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવ સાથે ગણપતિજી, હનુમાનજી, વિશાળ નંદી સહિત શક્તિ સ્થાનો પર આસ્થાળુઓ આવતાં રહે છે.
શ્રાવણ માસ સહિત કાયમ શ્રધ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવનાં દર્શન પૂજન કરતાં રહે છે. આમ, સાંઢિડા મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel