જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારમાં જંગલના ભાગમાં આતંકવાદીઓ છુપાયાં હોવાનું જાણવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું.
આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો, જેના પગલે એ અભિયાન અથડામણમાં ફેરવાઈ ગયું. સુરક્ષા દળોએ પણ તુરંત જવાબી કાર્યવાહી કરીને એક આતંકવાદીને ઠાર માર્યો છે. હાલ પૂરતી ઘેરાબંધી યથાવત્ છે અને વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને વધુ દળોને પણ તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા છે.
Operation Akhal, Kulgam | Chinar Corps, Indian Army tweets, "… One terrorist has been neutralised by the security forces so far. Operation continues." https://t.co/Z2OTkxdy2D pic.twitter.com/QlwCIs0pEs
— ANI (@ANI) August 2, 2025
આ ઘટનાથી થોડા દિવસ પહેલા 30 જુલાઈના રોજ પૂંચ જિલ્લામાં ભારતીય સેનાએ આતંકવાદીઓ દ્વારા થયેલ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં બે ઘૂસણખોર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. અધિકારીઓ અનુસાર, આ આતંકવાદીઓ પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાથી સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. તે ઉપરાંત, એન્કાઉન્ટરના બે દિવસ પૂર્વે શ્રીનગર નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ ઓપરેશનને ‘શિવશક્તિ ઓપરેશન’ નામ આપવામાં આવ્યું હતું અને તેને ભારત માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી નેટવર્કને મોટો ફટકો પહોંચાડાયો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આ રીતે આતંકવાદી સંગઠનો જે રીતે જમ્મુ-કાશ્મીરમાં અસાથિતી ફેલાવવા માટે પ્રયત્નશીલ છે, તેને તોડવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel