જૈન રિસોર્સ રિસાયક્લિંગનો ₹1,250 કરોડનો IPO આજે, 24 સપ્ટેમ્બરના રોજ જાહેર બોલી માટે ખુલ્યો છે અને તેમાં રોકાણકારો 26 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. આ IPOમાં કંપની ₹500 કરોડનો નવો ઇશ્યૂ લાવશે અને સાથે જ હાલના પ્રમોટર્સ ₹750 કરોડના શેર વેચશે, એટલે કુલ રૂ. 1,250 કરોડ એકત્ર કરવામાં આવશે. આ અઠવાડિયામાં ખુલનારા 11 મુખ્ય બોર્ડ IPOમાં આ સૌથી મોટો ગણાય છે. બજારમાં આ IPOને લઈને જોરદાર ઉત્સાહ છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)માં પણ તેજી જોવા મળી રહી છે.
બીજી તરફ, નિફ્ટીમાં આજે ઘટાડા સાથે શરૂઆત થઈ. પ્રી-ઓપનિંગ સેશનમાં જ -60 પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને શરૂઆતના 9 સેકન્ડમાં જ નિફ્ટી -231 પોઈન્ટ સુધી લપસી ગયો હતો. જો કે અંતિમ પ્રી-ઓપન સેટલમેન્ટ 25,104.80 પર નોંધાયું, જે 66.35 પોઈન્ટ અથવા 0.25%નો ઘટાડો દર્શાવે છે. ખુલ્યા બાદ નિફ્ટી 77 પોઈન્ટ ઘટીને 25,084 આસપાસ ટ્રેડ થયો જ્યારે સેન્સેક્સ 209 પોઈન્ટ ઘટીને 81,876 પર જોવા મળ્યો. ટેક્નિકલ ચાર્ટ્સ મુજબ 25,100 Call Strike પર Open = High જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે મંદીવાળાઓ નિફ્ટીને 25,100ની ઉપર જવા દેવા માટે રોકાણકારો પર દબાણ બનાવી શકે છે. એટલા માટે શક્યતા છે કે આજનો ટ્રેડિંગ દિવસ નિફ્ટી મુખ્યત્વે 25,000 થી 25,100 વચ્ચે અટવાઈ રહે.
માર્કેટ સેન્ટિમેન્ટ પર વૈશ્વિક પરિબળોનું પણ પ્રભાવ દેખાઈ રહ્યું છે. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે વૃદ્ધિ અને મોંઘવારી અંગે ચેતવણી આપ્યા બાદ ગઈકાલે અમેરિકી માર્કેટ્સમાં ઘટાડો નોંધાયો હતો, જેમાં નાસ્ડેક લગભગ 1%થી વધુ તૂટી ગયો હતો. એશિયન માર્કેટ્સમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. ભારતીય બજારમાં FIIએ રોકડ સેગમેન્ટમાં વેચવાલી ચાલુ રાખી છે, જોકે ફ્યુચર્સમાં થોડું શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. GIFT નિફ્ટી પણ થોડું નબળું જોવા મળ્યું. મેટલ કોમોડિટી માર્કેટ (MCX) પર સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે.
આજની કેબિનેટ બેઠક પણ બજાર માટે મહત્વની રહેશે, કારણ કે અંદાજ મુજબ શિપિંગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો થઈ શકે છે. સરકાર દ્વારા લગભગ ₹70,000 કરોડની ત્રણ યોજનાઓને મંજૂરી મળવાની અપેક્ષા છે, જેમાં દરિયાઈ અને જહાજ નિર્માણ વિકાસ માટે ₹25,000 કરોડના ભંડોળનું આયોજન પણ શામેલ હોઈ શકે છે. જો આ યોજનાઓને મંજૂરી મળે તો શિપિંગ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રની કંપનીઓમાં તેજી જોવા મળી શકે છે.
કુલ મળીને આજે બજાર માટે ટેક્નિકલ અને વૈશ્વિક પરિસ્થિતિઓ નબળી છે, જેના કારણે નિફ્ટી 25,000–25,100ની રેન્જમાં જ હલનચલન કરી શકે છે. જોકે, કેબિનેટના નિર્ણયોથી શિપિંગ સેક્ટરમાં પોઝિટિવ મૂવ જોવા મળવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom