બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હાથીદરા ખાતે બિરાજમાન શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તારીખ 23 થી 29 ડિસેમ્બર એમ સાત દિવસ માટે શ્રી શિવ મહાપુરાણ કથા તેમજ ગુરુ મહારાજનો જીવંત ભંડારા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન હાથીદરા આયોજિત અન્ન્ન ક્ષેત્રના લાભાર્થે મહંતશ્રી દયાલપુરી બાપજી દ્વારા કરવામાં આવેલ ભવ્ય આયોજન શ્રી શિવ મહાપુરાણ કથા તેમજ ગુરૂ મહારાજ શ્રી હરદેવપુરી બાપુનો જીવંત ભંડારા મહોત્સવ તારીખ 29 થી 30 ડિસેમ્બરના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં
ભારત ભરમાંથી પૂજનીય સંતો મહંતો સહિત સેવકગણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં આજે સોમવતી અમાવસ્યાના પાવન દિવસે એક મહા કુંભ જેવો માહોલ સર્જાયો હતો ત્યારે હાથીદરા ગ્રામજનો તેમજ સેવકગણ સહિત દાતાઓની કામગીરીને બિરદાવી હતી
સનાતન ધર્મને ટકાવી રાખનાર તેમજ હિન્દુ ધર્મનો થંભ ગણાતા એવા સંતો મહંતોના આર્શીવચન પંડાલ કાર્યક્રમમાં હિન્દુત્વ વાદી ગણાતી સુંદર્શન ન્યુઝ ચેનલને માઈક એલાઉન્સ કરી સનાતની તરીકે બિરદાવી હતી જેમાં ઉપસ્થિત રહેનાર સૌકોઈએ તાળીયોના ગડ ગળાટ થી વધાવી હતી.