પ્રભુ શ્રીરામ અને માતા શબરીનું મિલન આ રામાયણ કાળની ઘટના એ હજારો વર્ષોથી આધ્યાત્મિક ભક્તિ નું પ્રામાણિક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જયારે ભગવાન શ્રીરામ અને માતા શબરીના આશ્રમમાં બિરાજમાન થયા ત્યારે માતા શબરીના ગુરુ માતંગ ઋષિ ના શબ્દો ને યાદ કરી ખુબજ પ્રસન્ન થઈ ગયા હતા.
ભગવાન શ્રીરામ અને માતા શબરીનું મિલન એ સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી ક્ષણ છે.
પ્રભુ શ્રીરામ એ શ્રધ્ધા પૂર્વક શબરી ના એઠાં બોર અત્યંત પ્રેમ પૂર્વક ખાધા અને માતા શબરીની ખુબજ પ્રશંસા કરી હતી.
આ શુભ પ્રસંગે પ.પૂ.બાલયોગી પીર ગણેશનાથજી (નાથ દલિચા નવનાથ મઠ ત્રંબેકશ્વર નાશિક), સ્વામી અસિમાનંદજી, શરદ રાવજી ઢોલે (સંયોજક અખિલ ભારતીય ધર્મ જાગરણ), સુરેશ રાવજી કુલકર્ણી (વરિષ્ઠ પ્રચારક, RSS), કુબેરભાઈ ડિંડોર (મંત્રી ગુજરાત સરકાર)
નરેશભાઈ પટેલ ( પૂર્વ મંત્રી) વિજયભાઈ પટેલ (દન્ડક)
નિર્મળાબેન ગાઈન (પ્રમુખ ડાંગ જિલ્લા પંચાયત), ધનરાજસિંહ સુર્યવંશી (રાજવી ડાંગ), અર્જુનભાઈ ચૌધરી (પ્રમુખ, ST મોરચા ગુજરાત પ્રદેશ)
રાજેશભાઈ દેસાઈ (પ્રભારી ડાંગ ભાજપા),કિશોરભાઈ ગાવિત (પ્રમુખ ડાંગ ભાજપા).