હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દીધો છે. હાર્દિક પંડ્યા 2022માં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયા હતા. પહેલી બે સિઝનમાં ટીમના કેપ્ટન હતા. પ્રથમ સીઝનમાં જ ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવી હતી. બીજી સીઝનમાં પણ ગુજરાત ફાઇનલમાં પહોંચ્યું હતું. ત્રીજી સીઝન પહેલા હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન
ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટન બનશે. ગત સિઝનમાં રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સના વાઇસ કેપ્ટન હતા. કેટલીક મેચોમાં રાશિદ ખાન હાર્દિકની જગ્યાએ કેપ્ટનશીપ કરતા હતા, પરંતુ તેમને કેપ્ટન પણ બનાવવામાં આવ્યા નથી.
𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ મળતા જણાવ્યું છે કે, ‘હું ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ સંભાળીને ખુશ છું અને મને ગર્વ છે. ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. બે સીઝન અદ્ભુત રહી છે અને ગુજરાત ટાઈટન્સની ટીમનું નેતૃત્વ કરવા માટે ઉત્સુક છું.’
અગાઉની સીઝનમાં ઓરેન્જ કેપ મળી હતી
યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે IPLની ગત સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. શુભમન ગિલે 17 મેચમાં 890 રન કર્યા હતા અને 3 સદી ફટકારી હતી. શુભમન ગિલ સિવાય કોઈ બેટ્સમેન 750 રન પણ બનાવી શક્યો ન હતો. 2022ની સિઝનમાં પણ શુભમન ગિલે 483 રન કર્યા હતા. શુભમન ગિલે અગાઉ ક્યારેય પણ IPLમાં કેપ્ટનશીપ કરી નથી.