પવિત્ર જન્માષ્ટમીના તહેવારના દિવસે પાટણમાં શૈલેષભાઈ ઠક્કર ના ઘરે આજે વાલ્મિકી સમાજના પરિવાર અને સામાજિક સમરસતાના સભ્યો એ બધાએ ભેગા થઈને આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ નો ઉત્સવ સાથે પારિવારિક માહોલમાં મનાવ્યો હતો
જેમાં વાલ્મિક સમાજના પરિવારને ઘરે બોલાવી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની બાલકૃષ્ણ ની મૂર્તિ ને પંચામૃત થી નવડાવી સમગ્ર પૂજા અને મંડપ પર પૂજા કરવામ આવી આ સાથે આરતી કરી અને દરેકને માથે તિલક કરીને એક પારિવારિક અને સાંસ્કૃતિક ઉત્સવને સમરસતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ બનાવીને ઉજવાયો હતો
આ કાર્યક્રમમાં ચાલુ વરસાદે પણ લોકો આવીને આ જન્મ મહોત્સવને ઉજવ્યો હતોઆયોજક શૈલેષભાઈ ઠક્કરના જણાવ્યાં પ્રમાણે એમનું બચપણ પણ આ રીતે પહેલા એમના પરિવારના વડીલો પણ આજ રીતે સમરસતા વાળા માહોલ માજ રહેતા હતા અને એ જ માહોલમાં આજે તેમનો સંપૂર્ણ પરિવાર જે બહાર ગામ થી આવી ને એ પણ હાજર રહી ઘરના દરેક નાના ભૂલકા અને દીકરાઓ સાથે આ ઉત્સવને બનાવવામાં આવ્યો હતો આ એક ઉત્તમ ઉદાહરણ હતું કે વારસો થી બધા એકબીજાની સાથે જ આ રીતે ઉત્સવો બનાવતા હતા જે પરંપરા આજ પણ જાળવી રાખવામાં આવી હતી
રિપોર્ટર-ભરત પંચાલ(પાટણ)