દિલ્હી NCRમાં રખડતા શ્વાનો અંગે ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 22 ઑગસ્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં અગાઉના આદેશમાં સુધારો કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે NCRમાંથી પકડાયેલા શ્વાનોને કાયમ માટે શેલ્ટર હૉમમાં રાખવાની જરૂર નથી. તેના બદલે, તેમને જરૂરી તબીબી સારવાર, જેમ કે ડિવોર્મિંગ, રેબિઝ વિરોધી વેક્સિનેશન અને અન્ય વેક્સિનેશન આપવામાં આવ્યા બાદ પાછા તેમના જ વિસ્તારોમાં મુકવા પડશે. આ રીતે, કોર્ટે અગાઉના પોતાના આદેશ પર લગાવેલી પાબંદી હટાવી દીધી છે, જેમાં શ્વાનોને એક વાર શેલ્ટર હૉમમાં મૂક્યા બાદ છોડી દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ત્રણ જજોની બેન્ચે આ મુદ્દે નિર્ણય આપતા સ્પષ્ટ કહ્યું કે, “મુક્તિ પરનો પ્રતિબંધ હાલ સ્થગિત કરવામાં આવે છે. પકડાયેલા શ્વાનોને જરૂરી સારવાર બાદ એ જ વિસ્તારોમાં પાછા મુકવામાં આવશે.” જોકે, કોર્ટે આમાં એક મહત્વપૂર્ણ શરત પણ ઉમેરેલી છે—જેઓ ‘અગ્રેસિવ’ સ્વભાવ ધરાવે છે અથવા રેબિઝથી સંક્રમિત છે, તેઓને શેલ્ટર હૉમમાં જ રાખવામાં આવશે અને તેમને સમાજમાં પાછા મુકવામાં નહીં આવે.
Stray dogs in Delhi NCR matter | Supreme Court modifies August 11 order saying stray dogs will released back to the same area after sterilisation and immunisation, except those infected with rabies or exhibiting aggressive behaviour. pic.twitter.com/3s3o6ccQR1
— ANI (@ANI) August 22, 2025
સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળોએ “પબ્લિક ફીડિંગ” પર પણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે જાહેરમાં લોકોને શ્વાનોને ભોજન આપવાની છૂટ હોય ત્યારે જ હુમલાના કિસ્સાઓ વધે છે, કારણ કે આથી શ્વાનો માનવ વસાહતોની નજીક એકઠા થાય છે અને આક્રમક વર્તન દર્શાવે છે. કોર્ટે સૂચવ્યું છે કે શ્વાનો માટે ખોરાકની અલગ વ્યવસ્થા સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે જેથી એક તરફ તેમની સંભાળ થાય અને બીજી તરફ નાગરિકોની સુરક્ષાને જોખમ ન રહે.
આ ચુકાદો પ્રાણીસંગ્રક્ષણ અને માનવ સુરક્ષા વચ્ચેનું સંતુલન સાધવાનો પ્રયત્ન માનવામાં આવી રહ્યો છે. એક તરફ શ્વાનોને માનવતા પૂર્વક સારવાર અને રક્ષણ આપવામાં આવશે, તો બીજી તરફ લોકોની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel