દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના પર થયેલા હુમલા બાદ પોતાની પ્રતિબદ્ધતા અને સંકલ્પને જાહેર કરીને દિલ્હીના નાગરિકોને એક મોટો સંદેશ આપ્યો છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જીવનમાં અવરોધો આવવા સ્વાભાવિક છે, પરંતુ તેઓ ક્યારેય દિલ્હીના હિત માટે લડવાનું બંધ નહીં કરે. બુધવારે તેમના પર થયેલા હુમલાને “દુર્ઘટના” ગણાવતા તેમણે કહ્યું કે આ પ્રકારના અણધાર્યા હુમલા તેમના મનોબળને ડગમગાવી શકતા નથી. તેમના શબ્દોમાં, “મારા જીવનની દરેક ક્ષણ અને મારા શરીરના દરેક કણ દિલ્હીને સમર્પિત છે. હું ક્યારેય દિલ્હી છોડીશ નહીં, ભલેને કેટલીય મુશ્કેલીઓ આવે.”
મહિલાઓની શક્તિ અંગે વાત કરતાં રેખા ગુપ્તાએ વધુમાં કહ્યું કે, “ગમે તેવા સંજોગો હોય, મહિલાઓમાં મુશ્કેલીઓને સામો આપવાની બમણી શક્તિ હોય છે. તેઓને પોતાને સાબિત કરવા માટે અસંખ્ય પરીક્ષણોનો સામનો કરવો પડે છે, અને હું પણ તે માટે હંમેશા તૈયાર છું.” આ સાથે તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો કે હવે જાહેર સુનાવણી ફક્ત મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ દિલ્હીની દરેક વિધાનસભામાં થશે. તેમનો સંદેશ સ્પષ્ટ હતો – “તમારા મુખ્યમંત્રી હવે તમારા દરવાજે આવશે.”
આ જાહેરાતને નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે આથી સામાન્ય લોકોની સમસ્યાઓને વધુ નજીકથી સાંભળવાની અને તેના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવાની પ્રક્રિયા મજબૂત બનશે. હુમલા બાદનો તેમનો આ દ્રઢ વલણ માત્ર રાજકીય સંકલ્પ જ નહીં, પરંતુ મહિલાઓની શક્તિ, હિંમત અને નેતૃત્વનો પણ પ્રતીક માનવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel