શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર સંચાલિત શ્રી રામજીભાઈ ખેતાભાઇ ચૌધરી આદર્શ બીએસસી કોલેજમાં ૩ અને ૪ માર્ચના રોજ ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજીકલ મિશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અનુદાનિત રાજ્ય લેવલનો બે દિવસનો વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીપાટણ, જીટીયુ અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, સિલ્વર ઓક યુનિવર્સિટી અમદાવાદ જેવી વિવિધ યુનિવર્સિટીના ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
જેમાં જીટીયુ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ ડૉ.રિતેશ સર તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ આદિપુર ના અધ્યાપકો દ્વારા બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓને બેક્ટેરિયામાંથી અધતન પદ્ધતિ દ્વારા ડીએનએ મેળવી નવી શિક્ષણનીતિ અનુરૂપ સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓને રોગના નિદાન અને બાયોટેકનોલોજીના અન્ય ક્ષેત્રમાં આગળ વધે તે માટેનું સુંદર આયોજન શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ જીતેશભાઈ ચૌધરી, મંત્રી નવીનભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મૌલિકભાઈ અને સ્ટાફ પરિવાર દ્વારા સફળ આયોજન કરી સરહદ વિસ્તારમાં એનઈપી અમલ માટે પાયાની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. એસ.એ. ભટ્ટે પોતાનું માર્ગદર્શન આપી કોલેજ દ્વારા સરહદી વિસ્તારમાં એનઈપીના અમલીકરણ અને સંશોધનને પ્રોત્સાહિત કરતા કોલેજ અને મંડળના પ્રયત્નોને બિરદાવી વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ અધતન સંશોધનનું માર્ગદર્શન પૂરું પાડ્યું.