સુપ્રીમ કોર્ટે આજે વક્ફ (સુધારા) બિલ, 2025ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આખા કાયદાના અમલીકરણ પર સ્ટે મૂકવામાં આવતો નથી, પરંતુ કેટલીક ખાસ જોગવાઈઓને મનમાનીભરેલી અને સંવિધાનસંગત હકો સાથે અસંગત ગણાતાં તેમના પર તાત્કાલિક રોક લગાવવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે નોંધ્યું કે કલમ 3(r), 3C અને કલમ 14 જેવી જોગવાઈઓ મૂળભૂત હકોને સ્પર્શ કરતી હોવાથી હાલ અમલમાં લાવવા યોગ્ય નથી.
Supreme Court puts on hold the provision in the Waqf Amendment Act 2025 that a person should be a practitioner of Islam for 5 years to create a Waqf. Supreme Court says the provision will be stayed till rules are framed on determining whether a person is a practitioner of Islam.… pic.twitter.com/fxoKeiKjFk
— ANI (@ANI) September 15, 2025
કોર્ટના આદેશ મુજબ કલમ 3(r), જેમાં જોગવાઈ હતી કે વક્ફ કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછી પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોવું જોઈએ, તેને મનમાનીભરેલી ગણાવીને અમલમાંથી બહાર રાખવામાં આવી છે. તે જ રીતે કલમ 3C, જે વક્ફ સંપત્તિને આપોઆપ વક્ફ સંપત્તિ માનવાની અને રેવન્યુ રેકોર્ડ સાથે જોડાયેલી જોગવાઈ દર્શાવતી હતી, તેના પર પણ સ્ટે મૂકવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાર્યપાલિકા પાસે કોઈપણ વ્યક્તિના સંપત્તિ સંબંધિત અધિકારોનું અંતિમ નિર્ધારણ કરવાનો અધિકાર નથી. જ્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં યોગ્ય નિકાલ ન થાય ત્યાં સુધી વક્ફ સંપત્તિમાં કોઈ ફેરફાર કે અધિકાર હસ્તાંતરણ માન્ય ગણાશે નહીં. જો કે, ત્રીજા પક્ષના હકોને આ તબક્કે માન્યતા આપવામાં નહીં આવે.
Supreme Court stays certain provisions of Waqf Amendment Act; 5-year Islam practice condition on hold
Read story @ANI: https://t.co/Bb3iPO3Yzb#SupremeCourt #WaqfAct pic.twitter.com/26MqUyuEjY
— ANI Digital (@ani_digital) September 15, 2025
વક્ફ બોર્ડની રચના બાબતે કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. અદાલતે જણાવ્યું કે બોર્ડના 11 સભ્યોમાંથી મુસ્લિમ સભ્યોની બહુમતિ આવશ્યક રહેશે. રાજ્ય સ્તરે વધુમાં વધુ ત્રણ બિનમુસ્લિમ સભ્યોને જ સામેલ કરી શકાય અને બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર ફરજિયાત મુસ્લિમ જ હોવા જોઈએ. આથી વક્ફ બોર્ડની ધાર્મિક ઓળખ અને તેની કાર્યપદ્ધતિ સુસંગત રીતે જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ આદેશ અંતિમ નથી, પરંતુ વચગાળાનો છે. આ બિલની કાયદેસરતા અને તેની વિવિધ જોગવાઈઓની સંવિધાનિકતા અંગેની વિસ્તૃત સુનાવણી ભવિષ્યમાં ચાલુ રહેશે. અદાલતે સ્પષ્ટ કર્યું કે સંપત્તિના રજિસ્ટ્રેશન સંબંધિત જોગવાઈઓ યોગ્ય છે અને તેમાં હાલ કોઈ દખલ આપવામાં આવી નથી. આ રીતે, અદાલતે તાત્કાલિક વિવાદાસ્પદ મુદ્દાઓ પર રોક લગાવીને સંતુલન સાધવાનો પ્રયત્ન કર્યો છે, જેથી આગળની સુનાવણીઓ દરમિયાન તમામ પક્ષોની દલીલોને ધ્યાનમાં લઈ અંતિમ ચુકાદો આપવામાં આવી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel