ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષો પહેલા સિરીઝ જીતીને ટ્રોફી યુવા ખેલાડીઓને આપવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો. ધોની પછી ઘણાં કેપ્ટન બદલાયા પરંતુ આ ટ્રેન્ડ કોઈપણ કેપ્ટને તૂટવા દીધો ન હતો. ધોની પછી લાંબા સમય સુધી ભારતીય ટીમની કેપ્ટનશીપ વિરાટ કોહલી અને રોહિત શર્માએ કરી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યા, અજિન્ક્યા રહાણેની સાથે કેટલાંક અન્ય કેપ્ટનોએ પણ વચ્ચે વચ્ચે ભારતીય ટીમની કમાન સંભાળી છે.
સૂર્યકુમાર યાદવે ધોની દ્વારા શરુ કરવામાં આવેલા ટ્રેન્ડને આગળ વધાર્યો
કેપ્ટન બદલાતા રહ્યા પરંતુ ધોનીએ શરુ કરેલ ટ્રેન્ડ ક્યારેય તૂટ્યો નહીં. ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોનીT20 સિરીઝમાં ગઈકાલે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવીને સિરીઝ 4-1થી જીતી હતી. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધોની દ્વારા શરુ કરવામાં આવેલા આ ટ્રેન્ડને આગળ વધાર્યો હતો. તેણે સિરીઝ જીત્યા બાદ ટ્રોફી રિંકુ સિંહ અને જિતેશ શર્માને સોંપી દીધી હતી. BCCIએ આ શાનદાર ક્ષણનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. ફેન્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.
That winning feeling 👏
Captain Suryakumar Yadav collects the trophy as #TeamIndia win the T20I series 4⃣-1⃣ 🏆#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/IuQsRihlAI
— BCCI (@BCCI) December 3, 2023
સિરીઝમાં ભારતીય યુવા ખેલાડીઓનો દબદબો
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં આ સિરીઝ માટે યુવા ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી અને આ ટીમનું નેતૃત્વ કરવાનો અવસર સૂર્યકુમાર યાદવને મળ્યો હતો. સિરીઝની 4 મેચ જીતીને આ યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા દુનિયાને દેખાડી હતી. આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન અને વિકેટ લેનાર બોલરોની લીસ્ટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો હતો. ઋતુરાજ ગાયકવાડે સિરીઝમાં સૌથી વધુ 223 રન બનાવ્યા હતા, જ્યારે રવિ બિશ્નોઈએ સૌથી વધુ 9 વિકેટ લીધી હતી.