સુરત શહેરના Dindoli વિસ્તારમાં સણીયા કણદે રોડ પર આવેલા Atmiya Sanskardham Swaminarayan Temple માંથી બે યુવતીઓના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, Udhna Citizen College માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે.
પરિવારના જણાવ્યા અનુસાર, કોલેજ ગયા બાદ બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નહોતો.
પછી મંદિર પરિસરના બાથરૂમમાંથી બંને યુવતીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ Dindoli Police Station ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે બંને યુવતીઓના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ પોલીસ આ મોત આકસ્મિક છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે ઊંડી તપાસ કરી રહી છે.
મંદિર જેવા પવિત્ર પરિસરમાં બે યુવાન દીકરીઓના રહસ્યમય મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel