Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

india news

2,675 stories

ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીના કર્યા વખાણ, ફોટો IDનો આપ્યો હવાલો; USમાં ‘સેવ અમેરિકા એક્ટ’ પાસ કરાવવા પર ભાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીનો હવાલો આપતા અમેરિકામાં મતદાર ઓળખના નિયમો વધુ કડક બનાવવાની ફરી માંગ કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ કરીને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો ઉલ્લેખ કર્યો અને ‘સેવ…

· 5 min read

રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લીન ચિટ, SITનો અંતિમ રિપોર્ટ ટ્રસ્ટને સોંપાયો

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપેટીની રકમની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીના મામલે તપાસ કરતી પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાનો અંતિમ અહેવાલ સોંપી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, SITના અંતિમ રિપોર્ટમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને…

· 5 min read

TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ થયા બાદ દેવેન્દ્ર નાથ મહતોએ ભૂખ હડતાળ સમાપ્ત કરી

ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને પેપર લીકના આરોપોને લઈને ચાલી રહેલું વિદ્યાર્થી આંદોલન મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યું છે. વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ 16 દિવસની અનિશ્ચિત ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. ઝારખંડ સરકારે JSSC-CGL પરીક્ષા રદ કરવાની સાથે ખાનગી…

· 4 min read

સ્વાતંત્ર્ય દિવસ પહેલાં ISI સમર્થિત ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક’ પર કાર્યવાહી કરાઇ હતી, 14 રાજ્યોમાં 253 લોકોની અટકાયત

સ્વાતંત્ર્ય દિવસ પહેલાં દેશમાં સંભવિત આતંકવાદી અને વિધ્વંસક પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસોમાં ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ પાકિસ્તાન સ્થિત અને ISI સમર્થિત ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક’ (SBN) સામે 14 રાજ્યોમાં સંકલિત કાર્યવાહી હાથ ધરવામાં આવી…

· 5 min read

આણંદમાં ખો-ખોનો નવો અધ્યાય : ઓક્શનથી પસંદ થયેલા ખેલાડીઓ મેદાને

‘આરોહણ’ અંતર્ગત અનોખી રમત પહેલ; ગુજરાતભરની પ્રતિભાઓને મળ્યું રાજ્યકક્ષાનું મંચ આણંદમાં ખો-ખોની રમતને નવી ઓળખ અને પ્રતિભાશાળી ખેલાડીઓને મોટું મંચ આપવાના ઉદ્દેશ સાથે એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ (ઓટોનોમસ) ખાતે રાજ્યકક્ષાની ‘KHO KHO LEAGUE–2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાતના…

· 3 min read

સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. ભીખુભાઈ એન. પટેલના 20 વર્ષના અવિરત અને સફળ સેવાકાળની પૂર્ણતા નિમિત્તે ‘આરોહણ’ મહોત્સવનું ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. ભીખુભાઈ પટેલની બે દાયકાની સેવાયાત્રા, શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાન…

· 4 min read

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ સત્સંગ હોલ ખાતે ખેડા જિલ્લાના તમામ મંડળો માટે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ…

· 2 min read

ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું. ગુરુ રવિદાસ મહારાજ ૬૫૦મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા…

· 2 min read

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.155 કરોડનો ભવ્ય ટેમ્પલ સર્કિટ, 35 ઐતિહાસિક મંદિરોનો થશે કાયાકલ્પ

વિશ્વ ધરોહર શહેર અમદાવાદના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને વધુ આકર્ષક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ભવ્ય Temple Tourism Circuit વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આશરે રૂ.155 કરોડના માસ્ટર પ્લાન હેઠળ સપ્તર્ષિ ઘાટથી અટલ…

· 6 min read

આજે મોડી રાત્રે અમેરિકા રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ટોચના IAS અધિકારીઓનું પ્રતિનિધિમંડળ રહેશે સાથે

ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ, અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગને વધુ વેગ આપવા રાજ્ય સરકારે વૈશ્વિક આઉટરીચ અભિયાન શરૂ કર્યું છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પ્રચાર અને રોકાણકારોને આમંત્રણ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાની…

· 6 min read