યાત્રાધામ ડાકોરમાં શ્રાવણી પૂનમની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઇ : રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે ભગવાન રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધવામાં આવી હતી. વહેલી સવારથી જ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા. શ્રાવણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયે…










