Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 30°C

latest news

4,365 stories

બરેલીમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજને લઈને વિવાદ, મામલો અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મોહમ્મદગંજ ગામમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજ અદા કરવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. ગામમાં કોઈ મસ્જિદ કે મંદિર ન હોવાને કારણે વર્ષોથી બંને સમુદાયો ધાર્મિક પ્રવૃત્તિઓને ઘરોમાં અથવા નજીકના…

· 4 min read

હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર : રાજનેતાઓએ બંધારણીય મૂલ્યો અને ભાઇચારાને પ્રાથમિકતા આપવી જોઈએ

દેશમાં રાજકીય નેતાઓ દ્વારા અપાતી હેટ સ્પીચને લઈને દાખલ થયેલી જાહેર હિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટએ જણાવ્યું કે રાજકીય પક્ષો અને રાજનેતાઓએ ચૂંટણી દરમિયાન ભાઈચારો વધે તેવા પ્રયાસો કરવા જોઈએ અને બંધારણીય મૂલ્યોનું પાલન…

· 3 min read

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા પ્રસ્તુત થયો માતૃભાષા મહિમા

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત થયેલ આયોજનમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો. ગોહિલવાડની વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત મંગળવારે શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા રસપ્રદ રીતે માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો, જેમાં વિદ્યાર્થીઓને…

· 2 min read

આસામ રાજકારણમાં મોટો ફેરફાર : આસામના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા ભાજપમાં જોડાશે

આસામના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આસામ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે બોરા 22…

· 3 min read

ભારત-ફ્રાન્સ સહકારને નવી ગતિ, સંરક્ષણ અને ટેક્નોલોજી સહિત 21 મહત્વપૂર્ણ કરારો

ભારત અને ફ્રાન્સ વચ્ચે વધતી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વ્યૂહાત્મક સહકારને મજબૂત બનાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ મુંબઈના લોકભવન ખાતે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં દુકાન-સંસ્થા બિલ પાસ, કામના કલાકો 9થી વધારીને 10 કર્યા અને મહિલા નાઇટ શિફ્ટ મંજૂર

ગુજરાત વિધાનસભામાં મંગળવારે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો. આ સુધારા વિધેયક હેઠળ દૈનિક કામના કલાકો, ઓવરટાઇમ મર્યાદા અને મહિલાઓની રાત્રિ શિફ્ટ સંબંધી નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જે રાજ્યના…

· 3 min read

કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસે FIR નોંધ્યું, મૃગીકુંડમાં સ્નાન દરમિયાન મહિલા PI સાથે ગેરવર્તન મુદ્દે તપાસ શરૂ

ગુજરાતના જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલને લઇને ફરી એક વખત વિવાદ ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે મેળામાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કર્યા, જેમાં તેણે ભગવા વસ્ત્રો પહેરી નાગા સાધુઓ અને સંતો વચ્ચે મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી…

· 2 min read

PM મોદીએ કહ્યું : ભારત-ફ્રાન્સ સહયોગથી બનશે એવરેસ્ટ ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર

ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જાહેર કર્યું, જે બંને દેશોના આર્થિક અને વેપારિક સંબંધોમાં…

· 2 min read

મુંબઈમાં મેક્રોન સાથે બોલિવૂડ હસ્તીઓની વિશેષ બેઠક, અનિલ કપૂર-શબાના આઝમી સહિત હાજર

ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન તેમના ચાર દિવસના ભારત પ્રવાસ દરમિયાન મુંબઈ પહોંચ્યા અને સ્થાનિક બૉલીવુડ કલાકારો અને ફિલ્મી હસ્તીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં શબાના આઝમી, અનિલ કપૂર, મનોજ બાજપેયી, ઝોયા અખ્તર, ઋચા ચડ્ડા અને ગ્રેમી વિજેતા મ્યુઝિક કમ્પોઝર…

· 2 min read

બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણી બાદ તારિક રહેમાન બન્યા વડાપ્રધાન, નવા કેબિનેટની ઘોષણા

બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવી સરકાર રચાઈ ચૂકી છે. 17 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર)ના રોજ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના વડા તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લીધા. આ સાથે બાંગ્લાદેશમાં અંદાજે 30 વર્ષ પછી પુરૂષ વડાપ્રધાન પદે…

· 2 min read