Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

latest news

4,358 stories

ગુજરાત હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં ટોયલેટ સીટ પરથી જોડાયો શખ્સ, વિડીયો વાયરલ

ગુજરાત હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સામેલ થયેલા એક શખ્સનો ટોયલેટ સીટ પર બેઠેલો વિડિયો વાયરલ થતાં ન્યાયવ્યવસ્થાની ગાંભીરતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટના 20 જૂનના રોજ જસ્ટિસ નિર્ઝર દેસાઈની બેન્ચમાં ઘટી હતી, જ્યાં એક કેસની સુનાવણી ચાલી…

· 3 min read

આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા

28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્થિત જૈન સંતો દ્વારા વડાપ્રધાનને સન્માન અર્પણ કરીને તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પીએમ મોદીએ…

· 2 min read

‘હું કગરતી રહી, પગ પકડ્યાં પણ ત્રણેયે મારી ન સાંભળી..’, કોલકાતા સામૂહિક દુષ્કર્મ પીડિતાની આપવીતી

કોલકાતાની સાઉથ કલકત્તા લૉ કોલેજમાં અભ્યાસ કરનારી 24 વર્ષીય વિદ્યાર્થિનીએ ત્રણ લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે તેણે મુખ્ય આરોપી 31 વર્ષીય મનોજીત મિશ્રાનો લગ્નનો પ્રસ્તાવ નકારી દીધો. મનોજીત મિશ્રા…

· 4 min read

પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં પણ મોટી ઘટના, ભીડમાં ફસાતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના…

· 2 min read

ગુજરાતના 6 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા ભિંજાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાના આગમન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 2.8 ઈંચ, કચ્છના માંડવીમાં 2.3 ઈંચ, વલસાડના પારડીમાં 1.7 ઈંચ…

· 3 min read

ઐતિહાસિક નગરી સિહોરમાં યોજાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા

અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં. ગોહિલવાડની ઐતિહાસિક નગરી સિહોરમાં ભાવ અને ઉત્સાહ સાથે રથયાત્રા આયોજન થયું. અષાઢી બીજ પ્રસંગે સિહોરમાં ઠાકર મંદિર…

· 1 min read

ટૂ વ્હીલર ચાલકો પાસેથી નહીં વસૂલાય ટોલ, હાઇવે ઓથોરિટીએ દાવા ફગાવીને કરી સ્પષ્ટતા

તાજેતરમાં કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવાઓ કરવામાં આવ્યા કે કેન્દ્ર સરકાર ટૂ વ્હીલર વાહનો પરથી પણ ટોલ ટેક્સ વસૂલવાનો વિચાર કરી રહી છે, જેના કારણે અનેક બાઈક અને સ્કૂટર ચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પરંતુ આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી…

· 2 min read

સુરતમાં પૂર બાદ ચોતરફ ગંદકીના ગંજ, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ

સુરત શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પાણીના ભરાવાની સાથે હવે સ્વચ્છતા અને આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પૂર પછી અનેક વિસ્તારોમાંથી મોટા પાયે કચરો બહાર નીકળ્યો છે, પરંતુ તેમનો સમયસર નિકાલ ન થવાથી હવે રોગચાળો ફેલાય તેવી ભારે…

· 2 min read

શુભાંશુ શુક્લા અવકાશમાં શું લઈ ગયા હતા? વીડિયોમાં પ્રવાસ કેવો રહ્યો તે જણાવ્યું

ભારતના ગૌરવસ્વરૂપ અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં એક રાત્રિ વિતાવી લીધા બાદ હવે તેમનો પ્રથમ વિડીયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતાને અવકાશમાંથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. AXIOM-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચેલા શુભાંશુ…

· 3 min read

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા, ડૉકિંગ પ્રક્રિયા શરૂ

ભારતના અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાે નાસાના AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સફળતાપૂર્વક સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલ મારફતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીની અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી છે. લોન્ચિંગ પછી લગભગ 26 કલાકની અવકાશયાત્રા બાદ તેમની સ્પેસકેપ્સૂલ આજે નિર્ધારિત સમય કરતા…

· 3 min read