સુરત શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પાણીના ભરાવાની સાથે હવે સ્વચ્છતા અને આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પૂર પછી અનેક વિસ્તારોમાંથી મોટા પાયે કચરો બહાર નીકળ્યો છે, પરંતુ તેમનો સમયસર નિકાલ ન થવાથી હવે રોગચાળો ફેલાય તેવી ભારે ભીતિ લોકોમાં પ્રસરી રહી છે. ખાસ કરીને પાલ, પાલનપોર, વરાછા અને તેના આસપાસના વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાવાના કારણે લોકોનું અનાજ, ઇલેક્ટ્રોનિક સાધનો અને રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓ પણ ભીંજાઈ ગઈ છે.
લોકોએ પોતાના ઘરની અંદરથી કચરો સાફ કરીને સોસાયટીના બહાર અને જાહેર માર્ગો પર એકઠો કર્યો છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકા તરફથી સમયસર અને યોગ્ય રીતે કચરાના ઉઠાણની કામગીરી કરવામાં આવી નથી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેની ગાડીઓ પણ આ કચરો ઉઠાવતી નથી. લોકોએ ફરીવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ ફોન ઉઠાવતા નથી અને તંત્ર તરફથી કોઈ જવાબદારી ભાસતી નથી.
ફલિતે હાલની પરિસ્થિતિ એવી છે કે કચરો ખુલ્લામાં સડી રહ્યો છે અને આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે. આવા સ્થિતિમાં મચ્છરો, માખીઓ અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેનાથી મલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ચામડીના રોગો અને પેટના રોગો ફેલાય તેવી શક્યતા વધુ છે.
લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું છે કે ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન કરવી, નાળાની સફાઈ ન કરવી અને પૂર પછી તાત્કાલિક સ્વચ્છતાની કામગીરી ન કરવી એ તંત્રની સીધી બેદરકારી છે.
જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ન લેવાય તો સ્વચ્છતા જાળવવી મુશ્કેલ બની રહેશે અને શહેર રોગચાળાની ચપેટમાં આવી શકે છે. આવા સમયે તાત્કાલિક જરૂરી છે કે તંત્ર અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને તૈનાત કરીને કચરાનો નિકાલ કરે, દવાઓની ફુવારો કરે અને આરોગ્ય વિભાગની ટીમોને એક્ટિવ કરે. લોકોએ પણ સહકાર આપીને શિસ્તપાલન અને આરોગ્યની જાગૃતિ રાખવી જરૂરી છે જેથી સંભવિત રોગચાળાથી બચી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel