Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 24°C

Politics

2,642 stories

17 વર્ષ બાદ વાપસી : તારિક રહમાનની એન્ટ્રીથી બાંગ્લાદેશની રાજનીતિમાં પેઢી પરિવર્તનના સંકેત

લાંબા રાજકીય ઉતાર-ચઢાવ અને લગભગ 17 વર્ષના વિદેશ નિવાસ બાદ તારિક રહમાનની વાપસી બાંગ્લાદેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે તેવી માનવામાં આવી રહી છે. તેમની સક્રિય રાજકીય હાજરીને કારણે રાજકીય સમીકરણોમાં નવા ફેરફારોની શક્યતા ઉભી થઈ છે અને સમર્થકો તેને…

· 2 min read

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી

ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 82,902 પોઈન્ટે ખુલ્યા, થોડા સમય માટે તેજી જોવા મળી અને 83,079 પોઈન્ટ સુધી પહોંચ્યા, પરંતુ પછી અચાનક મંદી વધી જતા સેન્સેક્સ 82,791 પોઈન્ટે આવી ગયું. ગઈકાલે સેન્સેક્સ 83,674…

· 2 min read

ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા

ખેડા જિલ્લાના નડિયાદ સેશન્સ કોર્ટે એક સગીર બાળકી પર દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટ દ્વારા માનવીય અભિગમ અપનાવી ભોગ બનનાર સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર…

· 2 min read

ઉત્તર કોરિયામાં ઐતિહાસિક પગલું! કિમ જોંગ ઉનની 13 વર્ષની પુત્રી સત્તા વારસદાર તરીકે ચર્ચામાં

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un)એ પોતાના રાજકીય ઉત્તરાધિકારી અંગે મહત્વપૂર્ણ સંકેત આપતા પોતાની લગભગ 13 વર્ષની પુત્રી કિમ જૂ-એ (Kim Ju Ae)ને આગામી નેતૃત્વ માટે આગળ લાવવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉત્તર…

· 3 min read

રેલ્વેનો મોટો ડિજિટલ બદલાવ : 1 માર્ચથી UTS on Mobile બંધ થશે, હવે RailOne ફરજિયાત

ભારતીય રેલ્વે દ્વારા ડિજિટલ સેવાઓમાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી UTS on Mobile એપ હવે બંધ થવા જઈ રહી છે. રેલ્વેના નવા નિર્ણય મુજબ 1 માર્ચ 2026થી UTS એપ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી, ઉમેદવારી નિયમો જાહેર

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી વિધાનસભાના નિયમ-11 તેમજ નિયમ 10(2) મુજબ યોજાશે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ…

· 2 min read

સિએટલ પોલીસ કાર અકસ્માત કેસમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને મળશે ₹262 કરોડનું વળતર

અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને અંતે ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અમેરિકન સત્તાધિકારીઓએ પરિવારને આશરે ₹262 કરોડ (3.1 કરોડ ડોલર)નું વળતર આપવાની ઓફર…

· 3 min read

સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો શૂટિંગ અને સંસદીય શિષ્ટાચારનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ…

· 3 min read

દ્વારકા સનાતન તીર્થમાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ

સનાતન તીર્થ સ્થાન દ્વારકામાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ વ્યક્ત થયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની સંવેદના પિડા સંદર્ભે અહીંયા રામકથામાં આ સામે નિવેદન થયું છે. મોરારિબાપુના વ્યાસાસને દ્વારકાધીશના તીર્થસ્થાનમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' લાભ મળી રહ્યો છે. આ દરમિયાન આજની…

· 2 min read

સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી

લદ્દાખના કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ થયેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે (11 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરી હતી. વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ આંગ્મોએ દાખલ કરેલી હેબિયસ કોર્પસ પિટિશનમાં અટકાયતને ગેરકાયદેસર ગણાવી તેમને તાત્કાલિક મુક્ત…

· 3 min read