આ કાર્યક્રમ ડો. સુનિલ ચૌધરી, આચાર્ય મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારીના અધ્યક્ષ સ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
તારીખ 21મી નવેમ્બર એ વિશ્વમાં વિશ્વ માછી મારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પ્રથમ વખત તાપી ફિશ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પાંચ દિવસના આયોજનમાં એક્ઝિબિશન, સ્ટોલ, માછીમારી કરનારાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, તથા સોનગઢ તાલુકાની 18 જેટલી શાળાના બાળકો માટે ચિત્રકામની હરીફાઈ નિબંધની સ્પર્ધા તથા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ, ગુજરાત સરકાર પશુપાલન અને મત્સ્યપાલન વગેરેના રાખવામાં આવ્યા છે જેના ભાગરૂપે પશુપાલન, કૃષિ અને મત્સ્ય પાલન કરનારા ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે.