બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે
રાજસ્થાન ના સાંચોર તરફથી આવતા વાહનોની ચકાસણી કરતી વખતે સામેથી આવી રહેલ મોટર સાયકલ નં. GJ-08-DE-7363 નંબરના સવાર લોકોમાં શંકાસ્પદ જણાતા મોટરસાઇકલ ને અટકાવી તપાસ કરવામાં આવતાં મોટરસાયકલ પર સવાર બે ઈસમો પાસેથી માદક પદાર્થ હેરોઈન (સ્મેક) જેનું વજન ૨૩ ગ્રામ, અંદાજિત કિંમત રૂ. ૨,૩૦,૦૦૦ નું મળી આવતાં મોટરસાઇકલ સહિત અન્ય કુલ .૩,૧૦,૧૧૦/-ના મુદ્દામાલ સાથે બંને ઈસમોને ઝડપી પાડતાં ઝડપાયેલ આરોપીઓ શંકરભાઈ અજમલભાઈ રાજપુત (ઉ.વ. ૩૬), ધંધો – વેપાર,
મૂળ નિવાસી: ડોડગામ,
હાલ રહે: મકાન નં. ૭૮, શિવધારા બંગ્લોઝ, થરાદ
તેમજ ગણેશભાઈ બળદેવભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૨૪), ધંધો – મજૂરી,
રહે: મહાલક્ષ્મી સોસાયટી, તાલુકા પંચાયત સામે, થરાદ વાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માદક પદાર્થ આપનાર
સુરેશ બિશ્નોઈ, રહે સાંચોર, રાજસ્થાન વાળા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા પોલીસે ચક્રોગ્તિમાન કર્યા છે.