મણિપુરની તાજેતરની આ ઘટનામાં CRPF અને કૂકી આતંકવાદીઓ વચ્ચેનો તણાવ ફરી ચરમ પર પહોંચ્યો છે. જિરીબામ જિલ્લામાં CRPF સ્ટેશન પર કૂકી આતંકવાદીઓના હુમલાની નાકામયાબ કોશિશ દરમિયાન 11થી વધુ આતંકીઓ માર્યા ગયા. CRPF દ્વારા આ હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યું, કેમ કે જવાનોએ પહેલેથી જ એલર્ટ રાખી સ્થળ પર સાવચેતાઈ દાખવી હતી. મણિપુરમાં આ પ્રકારની ઘટનાઓમાંથી શાંતિ અને સુરક્ષાની સ્થિતિ પર પડતા વિપરીત પ્રભાવને ધ્યાને રાખતા કેન્દ્ર અને રાજ્ય સરકારો હવે વધુ સાવચેતીપૂર્વક કામ કરશે, જેથી પ્રદેશમાં શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરી શકાય.
11 #KukiTerrorists Gunned Down
In a significant achievement, 11 #KukiHmar who attacked #Jakurador Village at #Jiribam #Manipur has been neutralised by security forces
Pray for #Meetei villagers trapped in the incident & also pray for our brave @crpfindia jawans who fought well https://t.co/i7rPPcnRTP pic.twitter.com/ukZzKWIUzA
— Kangleipak Information Bureau (@yaiphaba07) November 11, 2024
આતંકવાદીઓએ CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો. જે બાદ બંને તરફથી એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ અચાનક થયેલા હુમલામાં એક જવાન પણ ઘાયલ થયો છે. સૈનિકને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
મણિપુરમાં ગત વર્ષના મે મહિનામાં શરુ થયેલી હિંસા અટકવાનું નામ નથી લેતી. ઈમ્ફાલ ખીણમાં પહાડી વિસ્તારોમાં રહેતા મેતઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચે જાતિય હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા અને આગચંપીમાં 200 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા મુખ્ય હિંસા બાદ પણ અનેક વાર હિંસા થઈ હતી.