ગોહિલવાડના ગૌરવરૂપ બનેલા હણોલ ગામમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું આ સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક હોવાનું જણાવ્યું.
સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ વિવિધ પાસાઓ ધરાવતાં ભાવનગર જિલ્લાના હણોલ ગામમાં ત્રિદિવસીય આત્મનિર્ભર મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિ રહી. અહીંયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું આ સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક હોવાનું જણાવ્યું. સમગ્ર વિશ્વમાં પ્રદુષણ અને તેની ચિંતાજનક પરિસ્થિતિમાં અંહીંના ગ્રામજનો સાઈકલ અભિયાન સાથે પર્યાવરણ સ્તરના સુધાર માટે પાયાનું ઉત્તમ કાર્ય કરી રહ્યાનું જણાવ્યું.
ગોહિલવાડના ગૌરવરૂપ બનેલા હણોલ ગામમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ અંતર્ગત આ સાઈકલ અભિયાન ચાલી રહેલ છે. આ પ્રસંગે તેઓએ અંહીંના ગ્રામજનો રાષ્ટ્ર માટે એક નમૂનેદાર કાર્યમાં સહભાગી બની રહ્યાંનું ગૌરવ જણાવ્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આ દિવસે સવારે યાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે સબંધિત કેન્દ્ર સરકારનાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel