વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે તે નારેશ્વર મહાદેવ ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં ઐતિહાસિક સ્થાન રહેલ છે.
ગોહિલવાડ રાજવીઓ દ્વારા રાજધાની ભાવનગરમાં તેમજ આસપાસનાં પંથકમાં ઘણાં શિવસ્થાનો માટે ભક્તિભાવ સાથે સહયોગ અપાયો છે. ભાવનગરમાં ઘણાં સ્થાનો સાથે રાજવી પરિવાર જોડાયેલ છે.
ભાવનગરમાં મધ્યભાગમાં આવેલ આંબાચોકમાં આવેલ નારેશ્વર મહાદેવ આસ્થાનું કેન્દ્ર છે. પગથિયાં, શિખર સાથેની વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે.
ઈતિહાસ કથા મુજબ અગાઉ તત્કાલિન વિધર્મી શાસકો દ્વારા પગથિયાં તોડવા પ્રયાસ થયેલ જે નિષ્ફળ ગયેલ.
ઐતિહાસિક નારેશ્વર મહાદેવ સ્થાન પર ગૌમુખ સાથેના ફુવારા ફરતે જળ સ્થાન અને બગીચાનું સંવર્ધન દાતાઓ દ્વારા થયેલ છે. આ શિવસ્થાનમાં ભાવિક ભક્તો પૂજા વંદન કરતાં રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel