ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાન ની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ બંગ્લોઝ ની સામે રૂવા ભાવનગર શહેર ખાતે વર્તમાનમાં હમણાં જ આવાસોના કબજા સોંપવામાં આવેલ છે એક તરફ આવાસ યોજના નું કામ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની વસ્તુ વાપરી જેના કારણે આવાસ રહેતા તમામ રહીશો અસંખ્ય આવાસ ની અંદર સંડાસ બાથરૂગ ની લાઇનો લી કેસ છે દિવાલો પર ભેજ છે રૂમો ની લાદી માંથી પાણીઓ નીકળે છે અંદર વાપરવામાં આવેલ ઈલેક્ટ્રીક નો સામાન ખૂબ જ હલકી કક્ષાનો છે અને વ્યવસ્થિત ફીટીંગ પણ કરેલ નથી બીજી તરફ બોટમની સાઈટ જોઈએ તો ત્યાં પણ એક મોટી ગટરની લાઈન મોટી ગટર બ્લોકેજ થવા થી ઉભરાઈ ગયેલ છે હજી તો આવાસ કબજો સોંપીઓ તેને છ માસ નથી થયા હતા હજુ તો 40% જ લોકો રહેવા માટે આવ્યા છે લોકોને રહેવા માટે મૂળભૂત સુવિધા લાઈટ અને પાણી ગટર વ્યવસ્થા અને અસંખ્ય જગ્યા ઉપર દિવાલોની અંદર પાણી લી કેસ થાયછે જે ના કારણે પાણી ટપકવું પાણીનો ભેજ ના કારણે બાંધકામ ને નુકસાન થઈ રહ્યું છે આખું બિલ્ડીંગ કોલમો પર ઉભો છે તે તેમાંથી એક કોલમ તો અત્યારથી જ ઉખડી ગયો છે પણ ખૂબ જ ગંભીર બાબત છે એક તરફ મુખ્ય સમસ્યા પીવાનું પાણી નિયમિત આવતું નથી અને આવે છે તો 10 થી 15 મિનિટમાં બંધ થઈ જાય છે.
આ આવાસ યોજનામાં 1 થી 10 વીગ આવેલી છે જે પૈકી 10 પૈકી 10 માં ટોટલ ત્રણ ટાંકા મુકેલા છે જેમા થી માત્ર બે ટાકા જ ભરાય છે બાકીના એક ટાકામાં પાણી આવતું જ નથી બાકીના રહેતા બે ટાંકામાં પાણી ભરાય તે પહેલા જ બાજુમાં રહેલા ફાયર ટાંકો ઓવરફુલ થઈ જાય છે . આવાસમાં મુકવામાં આવેલ પાણીનો મોટરો પંપ ભંગાર હોવાથી પાણી ખેંચાતું નથી તમામ આવાસ ની અંદર પ્લમ્બિંગ નું કામ કોઈપણ પ્લાનિંગ વગર અધરો અધર શિખાવ કારીગરો દ્વારા કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે .