વાઈબ્રન્ટ સમિટમાં મહેમાનોને પ્લાન્ટેબલ રાઈટિંગ પેડ, પેન અને પેન્સિલ દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ અપાયો છે. વાઈબ્રન્ટ સમિટમાં યોજાયેલા વિવિધ સેમિનારો અને કન્ટ્રી સ્ટેટ સેમિનારોમાં આપવામાં આવેલી કિટમાં પ્લાન્ટેબલ રાઈટિંગ પેડ, પેન, પેન્સિલ અને અન્ય સામગ્રી પર્યાવરણી જાળવણીના કોન્સેપ્ટ સાથે આપવામાં
આવી હતી.
રાઈટિંગ પેજના ટાઈટલ પેજ અલગ અલગ વનસ્પિતના બીજને કાગળના માવા સાથે મિશ્રણ કરીને કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે. રાઈટિંગ પેડ પર લખવાનું પૂરું થાય એ પછી પેડને કચરા ટોપલીમાં નાખવાની જગાએ તેના નાના નાના ટુકડા કરીને જમીનમાં ખાડો ખોદીને કે ઘરના કુંડામાં નાખીને પાણી છાંટતા તેમાંથી છોડ અને વૃક્ષ વિકાસ પામશે. પેન અને પેન્સલિમાં પણ વનસ્પતિના બીજ મુકાયા છે.