દેશના શૂરવીર સૈનિકોના શૌર્ય અને દેશભક્તિના જ્વલંત પ્રતિક ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના સન્માનમાં પાટણ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના ઊંડા ભાવ સાથે યોજાયેલી આ યાત્રામાં શહેરના નાગરિકો, વિવિધ સંસ્થાઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા.
યાત્રાની શરૂઆત પાટણના એ મેન હાઈસ્કુલ થી ઐતિહાસિક નગરના એરિયા માં નીકળવામાં આવી , જ્યાં દેશભક્તિના ગીતોની ગુંજ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. પાટણના ઘોડેસવારો, પોલીસ અને સૈનિકોએ રાષ્ટ્રીય ગૌરવના પ્રતિનિધિઓ રૂપે યાત્રામાં ભાગ લીધો. બેન્ડવાજા પર રાષ્ટ્રગીતોની સૂરાવલી ગૂંજી, અને દેશભક્તિના ગીતો પર નાગરિકોએ ઉત્સાહભેર નારા લગાવ્યા.
આ વિશિષ્ટ યાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી દિલીપભાઈ ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, મહામંત્રી રજનીભાઈ પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ મહામંત્રી કે.સી.ભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ અને નગરપાલિકા પ્રમુખ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી, તેમના ઉદ્દભવ મંતવ્યો દ્વારા જનમેદનીમાં દેશભક્તિનો ઉદ્ઘોષ થયો.
યાત્રા અંતે બગવાડા ચોક ખાતે રાષ્ટ્રગીત ગાઈ અને ભવ્ય તિરંગા લહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું. સમગ્ર પાટણ શહેર દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયું, અને નાગરિકોએ દેશપ્રેમના ભાવ સાથે ઉજવ્યું.